- ગુજરાતમાં વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે
- સુરતના વિવિધ વેક્સિનેશન સેન્ટરની સુરત મનપા કમિશનરે મુલાકાત લીધી
- મહાઅભિયાનમાં વિવિધ NGO અને સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ
સુરત: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે ગુરુવારે જન્મદિવસ છે. તેઓના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં પણ વેક્સિનનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં રાત્રી 12 વાગ્યાથી જ આ વેક્સિનેશન મહા અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી હતી. સુરત શહેરમાં લોકો વેક્સિન લઈને કોરોના સામે સુરક્ષિત થાય અને લોકોને વેક્સિન લેવામાં હાલાકી ન પડે તે માટે સુરતમાં 414 જગ્યાએ વેક્સિન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. સુરત રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વેક્સિન સેન્ટર ગોઠવવામાં આવ્યા હતા. વિવિધ વેક્સિન સેન્ટરની મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ ખુદ મુલાકત લીધી હતી. આ ઉપરાંત વેક્સિનેશનના આ મહાઅભિયાનમાં વિવિધ NGO અને સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી. લોકોનું સ્થળ જ પર રજીસ્ટ્રેશન કરી વેક્સિન આપવામાં આવી હતી. અંદાજ મુજબ આજના દિવસે ૩ લાખ જેટલા લોકોને વેક્સિન આપી સુરક્ષિત કરાશે.
રાત્રીના 12 વાગ્યાથી આ વેક્સિનેશન મહાઆભીયાન શરૂ