ગુજરાત

gujarat

ETV Bharat / city

Vaccination in Surat: 'વેક્સિન લો, એક લીટર તેલ મેળવો'ની કમાલ: સુરતમાં વેક્સિન લેનારની સંખ્યામાં રોજ 5000નો વધારો - સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રોત્સાહન

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રોત્સાહન આપવા માટે એક NGO આગળ આવ્યું છે. જેના માધ્યમથી જે લોકો સેકન્ડ ડોઝ લેવા પાલિકા સેન્ટર પર આવશે તેમને એક લીટર ખાદ્યતેલ (Take Vaccine, Get One Liter of Oil) આપવામાં આવશે. છેલ્લા ચાર દિવસથી અમે લોકોને આપી રહ્યા છે, જેના કારણે ઉધના, લિંબાયત, કોસાડ સહિતના વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરીમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અભિયાનના કારણે પહેલા દરરોજ 15,000 વેક્સિનેશન થતા હતા જે વધીને 20,000 જેટલા થઈ ગયા છે.

Vaccination in Surat: 'વેક્સિન લો, એક લીટર તેલ મેળવો'ની કમાલ: સુરતમાં વેક્સિન લેનારની સંખ્યામાં રોજ 5000નો વધારો
Vaccination in Surat: 'વેક્સિન લો, એક લીટર તેલ મેળવો'ની કમાલ: સુરતમાં વેક્સિન લેનારની સંખ્યામાં રોજ 5000નો વધારો

By

Published : Dec 1, 2021, 9:47 PM IST

  • સેકન્ડ ડોઝ લેનારને પાલિકા સેન્ટર પર એક લીટર ખાદ્યતેલ
  • કોરોના વેક્સિનેશનની 15,000થી વધીને 20,000 થઈ ગઈ
  • સુરતમાં બીજો ડોઝ લેવામાં હજૂ 6 લાખ લોકો પેન્ડિંગ

સુરત: શહેરમાં લોકો કોરોનાની બીજી રસી (Second dose of vaccination in surat) લે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ અભિયાન (vaccination campaign in surat) અપનાવવામાં આવ્યું છે. વેક્સિન લેનાર લોકોને એક લીટર ખાદ્યતેલ (Take Vaccine, Get One Liter of Oil) આપવામાં આવી રહ્યું છે. આ અભિયાન સુરતમાં શ્રમ-વિસ્તાર ગણાતા ઉધના, લિંબાયત કોસાડમાં ખૂબ જ સફળ સાબિત થઈ રહ્યુ છે. દરરોજની જ્યાં 15000 કોરોના વેક્સિનેશનની સંખ્યા હતી, તે વધીને 20,000 થઈ ગઈ છે. એટલે પ્રતિદિવસ 5000 વધુ લોકો આ અભિયાનના કારણે વેક્સિન લઇ રહ્યા છે.

Vaccination in Surat: સુરતમાં વેક્સિન લેનારની સંખ્યામાં રોજ 5000નો વધારો

NGO દ્વારા બીજો ડોઝ લેનારને એક લીટર તેલ ફ્રી

કોરોનાની બીજી લહેર બાદ સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે તબક્કાવાર વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં પણ લોકો કોરોનાની રસી લે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, પ્રથમ ડોઝ તો મોટે ભાગે તમામ લોકોએ લઈ લીધો છે, પરંતુ સુરતમાં કેટલાક લોકોએ બીજો ડોઝ લેવામાં આળસ કરી છે, જે ચિંતાનો વિષય છે, ત્યારે એક NGO દ્વારા બીજો ડોઝ લેનારને એક લીટર તેલ ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે લોકોએ રસી મૂકાવવાની શરૂઆત કરી છે.

ચાર દિવસના આંકડા

મનપાના આંકડા પ્રમાણે 26મી નવેમ્બરે કોરોના 6337ને પ્રથમ ડોઝ જ્યારે 20048ને બીજો ડોઝ અપાયો. એવી રીતે 27મી નવેમ્બરે 5275ને પ્રથમ જ્યારે 19897ને બીજો ડોઝ અપાયો, 28મી નવેમ્બરે 4959ને પહેલો અને 14360ને બીજો ડોઝ અપાયો, જ્યારે 29મી નવેમ્બરે 6631ને પ્રથમ જ્યારે 21271ને બીજો ડોઝ અપાયો છે. આમ તેલ મફત મળતા અનેક લોકોએ કોરોનાના બીજા ડોઝની સાથે પ્રથમ ડોઝ પણ લેવાની શરૂઆત કરી દીધી છે.

6 લાખ લોકો પેન્ડિંગ

પાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, સુરતમાં ફર્સ્ટ ડોઝ 108 ટકા લોકોને આપી દેવામાં આવ્યો છે. સેકન્ડની અંદર જે લોકો એલિજિબલ છે અને 84 દિવસ વીતી ગયા છતાં પણ બીજો ડોઝ લીધો નથી. આવા 6 લાખ લોકો પેન્ડિંગ છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રોત્સાહન આપવા માટે એક NGO આગળ આવ્યું છે. જેના માધ્યમથી જે લોકો સેકન્ડ ડોઝ લેવા પાલિકા સેન્ટર પર આવશે તેમને એક લીટર ખાદ્યતેલ આપવામાં આવશે. છેલ્લા ચાર દિવસથી અમે લોકોને આપી રહ્યા છે, જેના કારણે ઉધના, લિંબાયત, કોસાડ સહિતના વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરીમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અભિયાનના કારણે પહેલા દરરોજ 15,000 વેક્સિનેશન થતા હતા જે વધીને 20,000 જેટલા થઈ ગયા છે.

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકા મૃતક વ્યક્તિને આ રીતે આપે છે કોરોના રસીનો ડોઝ, જૂઓ કિસ્સો...

આ પણ વાંચો:સુરત M.Comમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું વેક્સિન લીધાના 9 દિવસ બાદ મોત

ABOUT THE AUTHOR

...view details