ગુજરાત

gujarat

ETV Bharat / city

પુલવામા શહીદોના માનમાં રોપાયેલા વૃક્ષોની સામે શહીદોના નામની તકતીઓનું અનાવરણ - trees planted in honor of martyrs

હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન (Hearts at Work Foundation) તેમજ ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર પુલવામા હુમલાની વર્ષીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ પુલવામા શહીદોના માનમાં રોપાયેલા ચાળીસ તોતિંગ વૃક્ષોની સામે શહીદોના નામની તકતીઓનું (Unveiling of name plates of martyrs) અનાવરણ થયું હતું.

પુલવામા શહીદોના માનમાં રોપાયેલા વૃક્ષોની સામે શહીદોના નામની તકતીઓનું અનાવરણ
પુલવામા શહીદોના માનમાં રોપાયેલા વૃક્ષોની સામે શહીદોના નામની તકતીઓનું અનાવરણ

By

Published : Feb 13, 2022, 4:14 PM IST

સુરત:સુરતના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન (Hearts at Work Foundation)દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશનને ક્લાયમેટ એક્શન અને ઈકો સિસ્ટમની થીમ(Ecosystem theme) પર દેશ, (Unveiling of name plates of martyrs)એશિયા અને દુનિયાનું પ્રથમ મોડેલ સ્ટેશન તરીકે વિકસાવ્યું છે. પર્યાવરણની થીમ પર તૈયાર થયેલા આ મોડેલ સ્ટેશનનું તમામ કાર્ય ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પુલવામા શહીદોને સમર્પિત (trees planted in honor of martyrs) કરાયું હતું, જેથી ઉધના સ્ટેશન પર પુલવામા વર્ષીએ દર વર્ષે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે.

આ પણ વાંચો:Greenman Viral Desai Awarded in Dubai : ગ્લોબલ એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાયમેટ એક્શન સિટીઝન એવોર્ડથી સન્માનિત ગુજરાતી

‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ મુવમેન્ટ ચલાવી

આ સંદર્ભે ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ'ના સંદર્ભે આ વર્ષથી અમે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ મુવમેન્ટ ચલાવી હતી, જે ચળવળના ભાગરૂપે અમે ‘પર્યાવરણ સેનાના સન્માન’ની શરૂઆત કરી છે. દેશના સૈનીકો જે રીતે સરહદ (honor of the martyrs) પર આપણી રક્ષા કરે છે, એ રીતે આપણે પણ હવે પર્યાવરણ સેનાની બનીને દેશના લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવી પડશે, એ કારણે જ આ વર્ષથી અમે પર્યાવરણ સેનાનીઓને સન્માનિત કરી વધુને વધુ લોકોને પર્યાવરણ તરફ દોરવાનો ચીલો ચાતર્યો છે.’

આ પણ વાંચો:સુરતના ગ્રીનમેન વિરલ દેસાઈએ ઈદીમાં વૃક્ષ આપવાની પહેલ કરી

ચાળીસ જવાનોના માનમાં વૃક્ષો રોપવામાં આવ્યા

શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં ડીએફઓ પુનીત નૈયર, જાણીતા વનસ્પતીશાસ્ત્રી ડૉ. મીનુ પરબીયા, વડોદરા એમ.એસ યુનિવર્સિટીના જિયોગ્રફી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. બિન્દુ ભટ્ટ તેમજ સમાજસેવક ભરતભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગ્રીન ઉધના સ્ટેશન પર દેશનું પહેલું પુલવામા સ્મારક આવ્યું છે, જ્યાં ચાળીસ જવાનોના માનમાં ચાળીસ મોટા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. તો અહીં શહીદોના માનમાં ઈન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ‘શહીદ સ્મૃતિ વન’ નામનું એ ફોરેસ્ટ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયું છે.

ABOUT THE AUTHOR

...view details