સુરત તક્ષશિલા અગ્નિકાંડ બાદ નવયુવાઓમાં કસૂરવાર અધિકારીઓ પ્રત્યે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વરાછા વિસ્તારમાં યુવાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સુરતના નવયુવાનો દ્વારા નિદ્રાધીન તંત્રને જગાડવા માટે નવતર પ્રયાસ કરાયો હતો.
સુરતના યુવાનોનો અગ્નિકાંડને લઈ અનોખો વિરોધ - gujaratinews
સુરત: શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરતના યુવાનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. હીરાબાગ સર્કલ ખાતે યુવાનોએ મોઢે પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. તંત્ર માટે યુવાનોએ બેનર હાથમાં લઈને ભીખ માંગી હતી.
સુરતના યુવાનોનો અગ્નિકાંડને લઈ અનોખો વિરોધ
"ભીખ આપો વરાછાની ગરીબ SMCના અમુક ગરીબ અધિકારીઓને પગાર ઓછો પડે છે એટલે લાંચ લે છે"ના પ્લે- કાર્ડ લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.
ગરીબ GEB પાસે સારા વાયર કે TC નથી. તેમને મદદ કરવા માટે ભીખ આપો. જેવા શબ્દોના ઉલ્લેખ ધરાવતા પ્લે- કાર્ડ યુવાનોએ હાથમાં લીધા હતા.