ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા માસાને આજીવન કેદની સજા - સુરત લોકલ ન્યુઝ

સુરતમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર માસાને સેશન કોર્ટેએ આજીવન કેદની સજા ફટકારી છે બાળકીના માતા-પિતા ના મૃત્યુ બાદ આશરો બનેલા માતાએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. કોર્ટે કિશોરીને 10 લાખની સહાય આપી છે. તેમજ આરોપીને 7,000નો દંડ ફટકાર્યો છે. કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા માસાને આજીવન કેદની સજા થઈ છે.

સુરતમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા માસાને આજીવન કેદની સજા
સુરતમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા માસાને આજીવન કેદની સજા

By

Published : May 26, 2021, 1:08 PM IST

  • કિશોરીને પૈસાને કપડાની લાલચ આપી દુષ્કર્મ આચરતો હતો
  • વિધુર થયેલા શૈલેષ રાઠોડએ 14 વર્ષીય કિશોરીને હવસની શિકાર બનાવી
  • કિશોરીના ભાઈએ માસા વિરુદ્ધ સલાબતપુરા મથકે ફરિયાદ કરી

સુરત: સલાબતપુરા વિસ્તારમાં એક વર્ષ પહેલા પડોશમાં જ રહેતા માસાએ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતુ. હવસનો શિકાર બનેલી કિશોરીએ બાળકીને જન્મ આપ્યો હતો. આ અંગે સલાબતપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરતા સલાબતપુરા માન દરવાજા પદ્મા નગરમાં રહેતા 45 વર્ષીય શૈલેષ મગન રાઠોડ કિશોરીના માસાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:પરિચિત યુવાને 12 વર્ષીય યુવતીને વોડકા પીવડાવી આચર્યું દુષ્કર્મ

આરોપી શૈલેષ રાઠોડએ પ્રથમ પત્ની ગુજરી ગયા બાદ બીજા લગ્ન કર્યા હતા

આરોપી શૈલેષ રાઠોડએ પ્રથમ પત્ની ગુજરી ગયા બાદ બીજા લગ્ન કર્યા હતા, પરંતુ બીજી પત્ની પણ 2008માં ગુજરી જતા વિધુર થયેલા શૈલેષ રાઠોડ પોતાની પડોશમાં જ રહેતી નાનપણમાં મા-બાપ ગુમાવી દેનારી 14 વર્ષીય કિશોરી સાથે બળજબરીથી પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. આરોપીએ કિશોરીને 10-20 રૂપિયાની અને કપડા ખરીદવાની લાલચ આપીને અવાર-નવાર શરીર સંબંધ બાંધતો હતો. આરોપીએ દુષ્કર્મ આચરીને કિશોરીને 8 મહિનાનો ગર્ભ રાખી દીધો હતો. સમગ્ર પ્રકરણમાં કિશોરીના ભાઈએ માસા વિરુદ્ધ સલાબતપુરા મથકે ધાક-ધમકી આપીને દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો.

સુરતમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા માસાને આજીવન કેદની સજા

આ પણ વાંચો:ઈન્દોર : કોરોનાગ્રસ્ત મહિલ સાથે થયું દુષ્કર્મ

કિશોરીએ જન્મ આપેલી બાળકી અને આરોપીનું DNA મેચ થયું

કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપી માસા શૈલેષ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી. માસાની હવસનો ભોગ બનનારી કિશોરીએ જન્મ આપેલી બાળકી તથા આરોપી શૈલેશ રાઠોડના DNA સેમ્પલ મોકલવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં બાળકી તથા આરોપીનો DNA પ્રોફાઈલ મેચ થતા બાળકીના જૈવિક પિતા હાલનો આરોપી હોવાનું ખુલાસો થયો હતો. તરુણીને લાલચ આપી ધાક ધમકી આપનારા આરોપી માસાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે કિશોરીને દસ લાખ રૂપિયાની સહાયતા સાથે આરોપીને 7 હજારનો દંડ ફટકાર્યો છે.

ABOUT THE AUTHOR

...view details