સુરત : પટેલ પરિવારની બે દીકરીઓ યુક્રેનમાં મેડિકલ અભ્યાસ માટે ગઈ હતી. જેમાંથી એક 27 ફેબ્રુઆરીના રોજ તો આવી ગઈ હતી. પરંતુ બીજી દીકરી હજુ પણ રોમાનિયા બોર્ડર પર (Ukraine Russia invasion)ફસાઈ છે. ત્યાં બોર્ડર પર ભાગદોડમાં તેના પગમાં મોચ પણ આવી છે. દીકરી સાથે સવારે વાત થયા બાદ ફરી વાત ન થતા પરિવાર ચિંતાતુર ( Gujarat students trapped on Romania border) થયો છે.
ફેની સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ રોમાનિયા બોર્ડર પર ફસાયાં છે યુદ્ધની પરિસ્થિતિને લઇને પરિવારની મુશ્કેલી
તુલસી અને ફેની પટેલ યુક્રેન મેડિકલ અભ્યાસ માટે ગઈ હતી. યુક્રેનના કિવ શહેર નજીક જ યુનિવર્સિટીમાં ભણતી હતી. જ્યાં હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પરિસ્થિતિ વણસી રહી છે. બે ભાઈઓની દીકરીઓ મેડિકલ ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માટે યુક્રેન ગઈ હતી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ અને યુદ્ધના કારણે (RussiaUkrainecrisis) ત્યાંના વિદ્યાર્થીઓ ( Gujarat students trapped on Romania border) ભારત પરત આવી રહ્યા છે. તુલસી પટેલ 27મી ફેબ્રુઆરીના રોજ ભારત આવી ગઈ હતી પરંતુ તેની બહેન ફેની અને તેના મિત્રો ત્યાં ફસાઈ (Ukraine Russia invasion)ગયાં હતાં.
આ પણ વાંચોઃ Ukraine Russia invasion : એક છોકરીએ કેન્દ્રિય પ્રધાન જીતેન્દ્ર સિંહને કહ્યું "હું ભારતની છું"
ફેની અને તેના 12 મિત્રો હાલ રોમાનિયા બોર્ડર પર છે
આ અંગે તુલસી પટેલના પિતા પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે , તેમની દીકરી 27મી ફેબ્રુઆરીના રોજ સુરત આવી ગઈ હતી. પરંતુ ભાઈ મનીષ પટેલની દીકરી ફેની ત્યાં ફસાઈ ગઈ હતી. ફેની અને તેના 12 મિત્રો હાલ રોમાનિયા બોર્ડર (India Student stuck in Ukraine) પર છે. યુદ્ધની પરિસ્થિતિના કારણે સ્થાનિકો પણ બોર્ડર પર પહોંચી ( Gujarat students trapped on Romania border) ગયા હતાં. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એક જ જગ્યાએ એકત્ર થતા ભાગદોડની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં ફેનીના પગમાં મોચ આવી ગઈ હતી. ભારત સરકાર અને ત્યાંની એમ્બેસી વિદ્યાર્થીઓની મદદ કરી રહી છે પરંતુ અમે ચિંતાતુર છીએ. સવારે ફેની સાથે વાત થઇ હતી, પરંતુ અત્યારે (Ukraine Russia invasion) તે સંપર્ક વિહોણી છે. જાણવા મળ્યું છે કે તેમને ફ્લાઇટ થકી ભારત લાવવામાં આવશે.
આ પણ વાંચોઃ Ukraine Russia invasion : મૃતકની બોડી લાવવી અને લોકોને પરત લાવવા જ અમારી પ્રાથમિકતા: પ્રહલાદ જોશી