ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત બાઈક પર સવાર બે યુવાનો ટેમ્પોમાં અથડાયાતા એકનું ઘટનાસ્થળે મોત અન્યને ઇજા - અકસ્માતમાં યુવાનનું મોત

સુરત શહેરના ઉધના વિસ્તારમાં હિટ એન રનની ઘટના બની છે. બાઇકસ્વાર બે યુવાનો ટેમ્પોમાં અથડાયા હતા. અકસ્માત થતાં ઘટનાસ્થળે જ એક યુવાનનું મૃત્યુ થયું હતુ. અન્ય યુવાનને ઇજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.

સુરત બાઈક પર સવાર બે યુવાનો ટેમ્પોમાં અથડાયાતા એકનું ઘટનાસ્થળે મોત અન્યને ઇજા
સુરત બાઈક પર સવાર બે યુવાનો ટેમ્પોમાં અથડાયાતા એકનું ઘટનાસ્થળે મોત અન્યને ઇજા

By

Published : Mar 7, 2021, 11:26 AM IST

  • બાઈક અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત
  • બાઈકચાલક એક યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું,
  • અન્યને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો
  • બંને મિત્રો નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા હતા
  • મરણ જનાર એકનો એક પુત્ર હતો

સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર ખાતે રહેતો 24 વર્ષીય શ્યામ ગુપ્તા અને સુરેશ સોનવને બંને મિત્રો નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન બાઈક પર સવાર બંને મિત્રો ટેમ્પોન સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં બાઈક પર સવાર શ્યામ ગુપ્તાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ જ્યારે સુરેશ સોનવનેને ઇજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. શ્યામ ગુપ્તા મુળ ઉત્તરપ્રદેશનો વતની છે. શહેરના ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર ખાતે શ્યામ અને તેના પિતા રહેતા હતા. એકના એક પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. ઘટનાને લઈ ઉધના પોલીસ દોડી આવી હતી. ટેમ્પો ચાલકની અટકાયત કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃરાજકોટમાં કારચાલકે આધેડને હડફેટે લેતા થયું મોત, ઘટના CCTVમાં કેદ

શ્યામે પણ બ્રેક મારી હતી પરંતું બાઈક સ્લીપ થઈ જતાં ટેમ્પોમાં અથડાઈઃ સુરેશ સોનવને

અકસ્માતમાં ભોગબનાર સુરેશ સોનવનેએ જાણવાયું હતું કે તે અને તેનો મિત્ર શ્યામ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા હતા. શ્યામ બાઇક ચલાવતો હતો, આગળ એક મોપેડ પર સવાર મહિલાએ બ્રેક મારતા શ્યામે પણ બ્રેક મારી હતી પરંતું બાઈક સ્લીપ થઈ જતાં ટેમ્પોમાં અથડાઈ હતી. શ્યામ અને તે ટેમ્પો નીચે આવી જતાં શ્યામનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે તેને પગમાં ફ્રેક્ચર થયુ છે.

આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં બે તાલુકામાં સર્જાયા અકસ્માત, 2ના મોત

ABOUT THE AUTHOR

...view details