સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે પહેલાં જ તેમની સાથે કરૂણ ઘટના બની હતી. 15 વર્ષીય કિશન અને રાહુલ પોતાના બે મિત્રો સાથે સિટીલાઇટ વિસ્તારમાં આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા. જે દરમિયાન કિશનનો પગ લપસી ગયો હતો અને પોતાને સહારો મેળવવા માટે તેને રાહુલનો હાથ પકડ્યો હતો. આમ બંને તળાવમાં પડી ગયા હતાં. બંનેના તળાવમાં ડુબવાથી મોત થયા છે.
સુરતમાં તળાવમાં ડૂબી જતા 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત - સુરતમાં વિદ્યાર્થીોના મોત
સુરત: વેસુ સ્થિત સિટીલાઈટ વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જતા વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે. પરિવારને જાણ કર્યા વગર ચાર મિત્રો સિટીલાઈટ વિસ્તારમાં આવેલા મનપાના તળાવમાં ન્હાવા ગયા હતા. જેમાંથી એક બાળકનું લપસી જતા મોત થયું છે. જ્યારે બીજા વિદ્યાર્થીએ તેનો હાથ પકડ્યો હોવાથી તે પણ લપસી પડ્યો અને તેનું પણ મોત થયું છે.
સુરતમાં તળાવમાં ડૂબી જતા બે વિદ્યાર્થીઓના કરૂણ મોત
કિશન અને રાહુલ પોતાના બે મિત્રો સાથે પરિવારે જાણ કર્યા વગર જ તળાવમાં ન્હાવા ગયા હતા. કિશન મૂળ ઓડિશાનો રહેવાસી છે. આ ઘટનાથી પરિવાર પર જાણે આભ તૂટી પડયું હતું.