ગુજરાત

gujarat

ETV Bharat / city

Panther Killed in Surat: સુરતમાં નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને 2 દીપડાને મારી ટક્કર, બંનેના ઘટનાસ્થળે મોત - સુરતમાં નેશનલ હાઈવે પર દીપડાનો અકસ્માત

સુરતમાં કામરેજના નવી પારડી નજીક અજાણ્યા વાહનની ટક્કરથી (Panther killed in vehicle collision in Surat) 2 દીપડાના મોત (Panther Killed in Surat) થયા છે. નેશનલ હાઈવે નંબર 8 પર રોડ ક્રોસ કરી રહેલા 2 દીપડાને વાહન ચાલકે અડફેટે લીધા હતા. જોકે, વાહન ચાલક તો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે વન વિભાગ વાહનચાલક સામે કાર્યવાહી કરશે.

Panther Killed in Surat: સુરતમાં નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને 2 દીપડાને મારી ટક્કર, બંનેના ઘટનાસ્થળે મોત
Panther Killed in Surat: સુરતમાં નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને 2 દીપડાને મારી ટક્કર, બંનેના ઘટનાસ્થળે મોત

By

Published : Jan 20, 2022, 1:06 PM IST

સુરતઃ કામરેજના નવી પારડી નજીક અજાણ્યા વાહનચાલકે 2 દીપડાને ટક્કર મારી (Panther killed in vehicle collision in Surat) હતી, જેના કારણે બંને દીપડાનું ઘટનાસ્થળે મોત થયું (Panther Killed in Surat) હતું. જોકે, ત્યારબાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ત્યારે વન વિભાગે બંને મૃતક દીપડાને વન વિભાગની ઓફિસે લાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વાહનચાલક સામે કરાશે કાર્યવાહી

આ પણ વાંચો-Fire Safety Bottle Blast : રાજકોટમાં ફાયર સેફટીનો બાટલો બ્લાસ્ટ થતા એકનું મોત, બે ગંભીર

દીપડાને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું

આ અંગે મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે કામરેજ તાલુકાના નવી પારડી નજીક પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 પર રાજ હોટેલ (Panther accident on National Highway in Surat) નજીક આશરે 4 વર્ષના 2 નર દીપડાઓ હાઈવે ક્રોસ કરી (Panther Killed in Surat) રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા બંને દીપડાને ગંભીર ઈજા પહોંચી હતી અને બંનેના ઘટનાસ્થળે જ મોત (Panther Killed in Surat) થયા હતા. જોકે, વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ કામરેજ વન વિભાગની ટીમને થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બંને મૃતક દીપડાઓને વન વિભાગની ઓફિસ પર લાવી આગળની વધુ તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો-સુરતમાં ખાનગી બસમાં આગ લાગતા મહિલા સહીત ત્રણ લોકો દાઝયા, એકનું મોત

થોડા દિવસ અગાઉ ગામમાં દીપડાનો વીડિયો થયો હતો વાઈરલ

આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા કામરેજના ગામડાઓમાં દીપડાઓ આંટાફેરા મારતા હોય તેવો વીડિયો પણ વાઈરલ થયો હતો. અત્યારે સુરત જિલ્લામાં શેરડી કટીંગની સિઝન ચાલતી હોવાથી ખેતર ખાલી થઈ જતા હોય છે. તેવામાં ત્યારે દીપડાઓ શિકાર અને રહેઠાણની શોધમાં માનવ વિસ્તારમાં આવી જતા હોય છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કામરેજના ઘલાથી બૌધાનને જોડતા રસ્તા પર દીપડો લટાર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details