સુરત: પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે આવેલી સર્વોત્તમ રેસિડેન્સીના ઓ.ટી.એસ.માં આવેલ શૌચાલયની ગટરલાઇન ચોકઅપ થઈ જતાં તેની સફાઈ કરવા માટે સાળા બનેવી સફાઈ કર્મચારી ગટરની કુંડીમાં ઉતર્યા હતા. જ્યાં અચાનક ગૂંગળાઇ જવાથી બેભાન હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બંનેને મૃત (Surat accidently death) જાહેર કર્યા હતા.
મૂળ રાજસ્થાનના રહેવાસી
પલસાણા તાલુકાના ચલથાણ ગામે (Chalthan village of surat) આવેલ સનસિટી આર્કેડમાં રહેતા પ્રમોદભાઈ રાજુભાઇ તેજી (ઉ.વર્ષ 30) અને ચલથાણની રામકબીર સોસાયટીમાં રહેતો તેનો બનેવી વિશાલ નામદેવ પોળ (ઉ.વર્ષ 38) ગટર સફાઈનું કામ કરતાં હતા. તેઓ મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના મકરાણા તાલુકાનાં કાલવા બારા ગામના રહેવાસી હતા.
અચાનક ગૂંગળામણ બાદ બેભાન થયા
17મી જાન્યુઆરી 2022ની સાંજે બંને સાળા બનેવી ચલથાણની સંજીવની હોસ્પિટલની સામે નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સર્વોત્તમ બિલ્ડીંગમાં ચોકઅપ થઈ ગયેલી શૌચાલયની ગટર લાઇન સફાઈ માટે ગયા હતા. મોડી સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં બંને સફાઈ માટેનું જરૂરી કેમિકલ અને સળિયો લઈ ગટરની કુંડીમાં સફાઈ કરવા ઉતર્યા હતા. આ દરમ્યાન બંને ગૂંગળામણ થતાં તેઓ ગટર લાઇન પાસે બેભાન થઇ ઢળી પડ્યા હતા.
હોસ્પિટલ લઈ જવા છતાં બચાવી ન શકાયા