વરાછા પોલીસે શનિવારે ઈશ્વર નગર સોસાયટીમાં આવેલા મહાવીર ટોબેકો પર છાપો માર્યો હતો. અહીંથી પોલીસને અલગ-અલગ કંપની અને બ્રાન્ડની ડુપ્લીકેટ બીડીનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. ઈશ્વર નગર સોસાયટીમાં આવેલ મહાવીર ટોબેકો નામની આ દુકાનના ઉપર જ મૂળ માલિક રહેતો હતો જેની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી.
20 લાખની ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ - 20 લાખની ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
સુરત : વરાછા પોલીસે માતાવાડી વિસ્તારમાં આવેલા સોસાયટીના મકાનમાંથી રૂપિયા 20 લાખની ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની ડુપ્લીકેટ બીડીનો જથ્થો જપ્ત કરી વરાછા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
બીડીના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
પોલીસની પૂછપરછમાં બીડીનો તમામ જથ્થો ડુપ્લીકેટ હોવાની હકીકત માલિક અને કારીગરે જણાવી હતી. એટલુ જ નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી વિવિધ બ્રાન્ડની ડુપ્લીકેટ બીડીના જથ્થાનું વેચાણ કરાયુ હોવાની હકીકત બહાર આવી હતી. વરાછા પોલીસે વીસ લાખની ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.