ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના પલસાણામાં નજીવી બાબતે યુવાન પર કરાયો ચપ્પુથી હુમલો - cctv camaera

સુરત જિલ્લાના પલસાણાના સિકંદર પાર્ક નજીક દાદરા પર બેઠેલા યુવાન સાથે પહેલા ઝગડો કર્યા બાદ વચ્ચે છોડાવવા પડેલા યુવાનને ચપ્પુના ઘા મારી ઇજાગ્રસ્ત કરી આરોપી ભાગી છૂટ્યા હતા. આ આખી ઘટનાના CCTV દ્વારા બહાર આવતા પલસાણા પોલીસે ગણતરીના કલાકમાં ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા.

palsana
સુરતના પલસાણામાં નજીવી બાબતે યુવાન પર કરાયો ચપ્પુથી હુમલો

By

Published : May 1, 2021, 9:49 AM IST

  • સુરતના પલસાણા વિસ્તારમાં યુવાન પર હુમલો
  • નજીવી બાબત પર યુવાને પર કર્યો જીવલેણ હુમલો
  • પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા આરોપીને

સુરત: જિલ્લાના પલસાણાના સિકંદર પાર્કમાં એક યુવાન ગુરુવારે રાત્રિના સમયે નજીકમાં આવેલી દુકાનના દાદરા ઉપર બેઠો હતો. તે સમયે નજીવી બાબતે ત્રણ શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. તે સમયે આ ત્રણ વ્યક્તિઓએ યુવાનને ઢીક મુક્કાનો માર મારતા અન્ય એક યુવાન તેને બચાવવા વચ્ચે પડ્યો હતો. ત્રણ શખ્સો પૈકી એકે ચપ્પુના ઘા મારી બચાવવા આવેલ યુવક પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.

દાદરા ઉતરતી વખતે માર્યો ધક્કો

પલસાણા ખાતે આવેલ પઠાણ પાર્કમાં રહેતા વિજયકુમાર વિષ્ણુપ્રસાદ શર્મા (ઉ.વ.21) મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. કંપની બે દિવસથી બંધ હોવાના કારણે ઘરે જ હતો. ગુરુવારે રાત્રિના સમયે તે સિકંદર પાર્કમાં આવેલી મહાદેવ મોબાઈલ શોપમાં જવાના દાદરા ઉપર બેઠો હતો. તે વખતે ત્યાં કરણ વૈધપ્રકાશ ઉપાધ્યાય (રહે, પલસાણા, સૂર્યાન્સી રેસિડન્સી)તથા કુંદન ઉર્ફે બટકો રામસ્વરૂપ યાદવ અને ચંદન રામુ યાદવ (બંને રહે, પલસાણા, પઠાણપાર્ક) નીચે ઉતરતા હતા. તેમણે વિજયને જણાવ્યુ હતું કે તું અહીંથી ખસી જા ધક્કો વાગી જશે. આથી વિજયે કહ્યું હતું વાંધો નહીં તમે ઉતરી જાઓ એમ કહેતા ત્રણેય શખ્સો ઉતરવા લાગ્યા હતા. આ દરમ્યાન કરણ ઉપાધ્યાયે વિજયને ધક્કો મારી દીધો હતો.

સુરતના પલસાણામાં નજીવી બાબતે યુવાન પર કરાયો ચપ્પુથી હુમલો

આ પણ વાંચો :કુતિયાણા તાલુકા પંચાયતના નવનિયુક્ત મહિલા ઉપપ્રમુખ અને તેના પતિ પર જીવલેણ હુમલો


બચાવવા આવેલા યુવકને મારી દીધું ચપ્પુ

આથી વિજય કહેવા જતા આ ત્રણેય શખ્સો ઉશ્કેરાય ગયા હતા અને વિજયને માર મારવા લાગ્યા હતા. વિજયે બૂમાબૂમ કરતાં તેનો મિત્ર સુરજ રાજકુમાર ચતુર્વેદી ત્યાં દોડી આવ્યો હતો અને વિજયને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન આ ત્રણ શખ્સો પૈકી કરણ ઉપાધ્યાયએ સુરજને પેટના ભાગે ચપ્પુ વડે બે ઘા મારી જીવલેણ હુમલો કરતા સુરજ લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. હુમલો કરી ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતા.

CCTV ફૂટેજના આધારે તપાસ


ઘટનાની જાણ થતાં જ લોકનું ટોળું એકત્ર થઈ ગયુ હતુ. સુરજને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં ત્રણ શખ્સો યુવક પર ચપ્પુથી હુમલો કરતા દેખાઈ રહ્યા છે. પોલીસે સૂરજની ફરિયાદના આધારે ત્રણ શખ્સોને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details