ગુજરાત

gujarat

ETV Bharat / city

TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ જૈન સમાજ વિરુદ્ધ કરી ટિપ્પણી, સી આર પાટીલે કર્યો વિરોધ - મહુઆ મોઇત્રાએ જૈન સમાજ પર ટિપ્પણી કરી

કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં (TMC MP Mahua Moitra) જૈન સમાજ પર આપેલા નિવેદનને લઈ ગુજરાત જ નહીં દેશમાં (Mahua Moitra commented on Jain community) વિરોધના સૂર ઉઠ્યા છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જૈન સમાજ વિરુદ્ધ થયેલી ટિપ્પણીને વખોડી કાઢી હતી અને મહુઆ મોઇત્રાને માફી માંગવા (C R Patil On TMC) જણાવ્યું છે.

TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ જૈન સમાજ વિરુદ્ધ કરી ટિપ્પણી, સી આર પાટીલે કર્યો વિરોધ
TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ જૈન સમાજ વિરુદ્ધ કરી ટિપ્પણી, સી આર પાટીલે કર્યો વિરોધ

By

Published : Feb 5, 2022, 7:42 PM IST

સુરત : પશ્ચિમ બંગાળથી TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ (TMC MP Mahua Moitra) સંસદમાં વિવાદાસ્પદ ટિપ્પણી આપી છે, તેઓએ સંસદમાં કહ્યું હતું કે, સરકાર દેશમાં યોગ્ય વાતાવરણ નથી બનાવી શકી, જૈન યુવકોએ ઘરેથી છુપાવી માંસાહાર કરવો પડે છે. તેઓએ નિવેદન (Mahua Moitra made controversial remark)આપ્યું હતું કે, સરકાર એવી રીતે ભયભીત છે, જે રીતે અમદાવાદમાં એક જૈન યુવક લારી પર જઈને કાઠી કવાબ ખાઈ રહ્યો હોય. મહુઆ મોઇત્રાના નિવેદન બાદ ગુજરાતનાં નેતાઓમાં રોષ જોવા મળ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે(C R Patil On TMC) આ મામલે ટ્વિટર પર વળતો પ્રહાર પણ કર્યો છે અને સાથે સમગ્ર મામલે સુરત ખાતે પ્રતિક્રિયા પણ આપી હતી.

TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ જૈન સમાજ વિરુદ્ધ કરી ટિપ્પણી, સી આર પાટીલે કર્યો વિરોધ

આ પણ વાંચો:ઇડરનો જૈનાચાર્ય મામલોઃ જૈન સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની કરી માગ

જૈન સમાજ શાંતિનો સંદેશો આપનાર સમાજ: સી આર પાટીલ

સી આર પાટીલે જણાવ્યું હતું કે, મહુઆ મોઇત્રાએ જૈન સમાજ પર ટિપ્પણી કરી તે (Mahua Moitra commented on Jain community) સખત શબ્દોમાં વખોડું છું, તેઓએ પોતાના નિવેદનમાં અમદાવાદનો ઉલ્લેખ પણ કર્યો છે. જૈન સમાજ ત્યાગ અને ભાવના વાળો સમાજ છે. કઠિન તપસ્યા કરી લોકોની સેવા કેવી રીતે કરી શકાય અને કરોડો છોડી સેવાના માર્ગે કેવી રીતે જવું તેના અનેક ઉદાહરણો સમાજે આપ્યા છે. જૈન સમાજ (Jain community) શાંતિનો સંદેશો આપનાર સમાજ છે, તેમની ઉપર ટાર્ગેટ કર્યો તેને સખત શબ્દોમાં વખોડું છું, તેનો ભારતીય જનતા પાર્ટી વતી વિરોધ કરું છું. સાંસદે માફી માંગવી જોઇએ અને બીજી વખત એવું વક્તવ્ય ન આપવાની બાંહેધરી પણ આપવી જોઈએ.

આ પણ વાંચો:ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામે લોકસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ

જવાબદાર અધિકારી પ્રત્યે કાર્યવાહી કરવાની તાકીત પણ કરી

સી આર પાટીલે સાથે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના વિરુદ્ધ ચોંકાવનારા આક્ષેપો અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે મને અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી અને હું પોતે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરવામાં આવે જેથી હું યોગ્ય રજૂઆત કરી શકુ. આ મામલે ગૃહ પ્રદાન હર્ષ સંઘવી સાથે વાત થઇ છે. જવાબદાર અધિકારી પ્રત્યે કાર્યવાહી કરવાની તાકીત પણ કરી છે.

ABOUT THE AUTHOR

...view details