ગુજરાત

gujarat

ETV Bharat / city

Third wave in Gujarat: નાણા પ્રધાને કહ્યું રાજ્યમાં લોકડાઉનની જરૂર પડશે નહીં

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર (Third wave in Gujarat)ને કારણે રોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સુરત ખાતે અધિકારીઓ સાથે બેઠકમાં હાજર રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, જો લોકો સાવધન રહેશે તો રાજ્યમાં લોકડાઉન અને આંશિક લોકડાઉનની જરૂર પડશે નહીં.

Third wave in Gujarat: નાણા પ્રધાને કહ્યુ કે રાજ્યમાં લોકડાઉન અને આંશિક લોકડાઉનની જરૂર પડશે નહીં
Third wave in Gujarat: નાણા પ્રધાને કહ્યુ કે રાજ્યમાં લોકડાઉન અને આંશિક લોકડાઉનની જરૂર પડશે નહીં

By

Published : Jan 7, 2022, 6:29 PM IST

Updated : Jan 7, 2022, 6:43 PM IST

સુરત: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (Third wave in Gujarat)ના કારણે રોજે હજારોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સુરત ખાતે અધિકારીઓ સાથે બેઠકમાં હાજર રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, જો લોકો અનુસાર રહેશે તો રાજ્યમાં લોકડાઉન (Lockdown in Gujarat) અને આંશિક લોકડાઉનની જરૂર પડશે નહીં. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રોજગાર પર અસર ન પડે માટે સરકાર ધ્યાન આપી રહી છે. સાથો સાથ પહેલી અને બીજી લહેરમાં જે સમસ્યા ઉદભવી હતી તે ત્રીજી લહેરમાં ન થાય માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Third wave in Gujarat: નાણા પ્રધાને કહ્યુ કે રાજ્યમાં લોકડાઉન અને આંશિક લોકડાઉનની જરૂર પડશે નહીં

આંશિક લોકડાઉન

સુરત ખાતે આવેલા રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇ (Kanu Desai on Gujarat Lockdown)એ સ્પષ્ટ કહી દીધું છે કે, રાજ્યમાં લોકડાઉન લગાડવામાં આવશે નહીં. સાથોસાથ તેઓએ સ્પષ્ટ કર્યું છે કે, આંશિક લોકડાઉનની પણ વાત અત્યારે સરકાર વિચારી રહી નથી. રાજ્યમાં દરરોજ કોરોનાના 4000થી વધુ કેસો આવવા લાગ્યા છે, જેને કારણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. સરકાર સાંજના 7 વાગ્યા સુધીમાં કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરે એવી શક્યતા છે, તેમજ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક શરૂ થઈ ગઈ છે. સુરતમાં પણ મનપા કમિશ્નર (Surat municipal commissioner) અને આરોગ્ય અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.

સરકાર લોકડાઉન અંગે વિચારી રહી નથી

રાજ્યના નાણા પ્રધાન અને પ્રભારી મંત્રી કનુ દેસાઇએ આજે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક અને મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાની સહિતના અધિકારીઓ તેમજ હોસ્પિટલોના ઇન્ચાર્જ સાથે મીટીંગ હાથ ધરી હતી. સુરતમાં ત્રીજી લહેરને લઈને શું વ્યવસ્થા છે તે અંગેની માહિતી મેળવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ તેઓએ જણાવ્યું હતું કે જે લોકોએ કોરોનાની બીજી વેક્સિન નથી લીધી તેઓ તત્કાલ અસરથી બીજી વેક્સિન લે માટે તંત્ર પણ એલર્ટ છે. તેઓએ જણાવ્યું હતું કે, રોજગાર પર અસર ના થાય માટે સરકાર લોકડાઉન અંગે વિચારી રહી નથી. નેતાઓ પણ કાર્યક્રમ યોજી મેળાવડો ન કરે આ માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જે રીતે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી રહ્યા છે, તે અંગે પણ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ તેને ગંભીરતાથી લઇને નિર્ણય આપશે.

સીએમએ વર્ચ્યુઅલ બેઠક યોજી

સુરત શહેરમાં ફરી એક વખત કોરોના ટોપ ગીયરમાં છે. 6 જાન્યુઆરીએ 1 હજારથી વધુ કેસો સુરત શહેરમાં નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. આ ઉપરાંત રાજ્યમાં પણ કોરોનાના કેસોમાં વધારો થતા મુખ્યપ્રધાન પણ હવે એકશનમાં આવ્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સુરતમાં મનપા કમિશ્નર અને આરોગ્ય અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી સુરતની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ મનપા તંત્ર મહત્વના નિણર્યો લઇ શકે છે. રાજ્યમાં પ્રવર્તી રહેલી કોવિડ-19ની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના આરોગ્યકર્મીઓની રજાઓ રદ કરાઈ છે અને તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા છે.

આ પણ વાંચો:

Third Wave in Rajkot: રાજકોટમાં કોરોનાના કેસ વધતા મનપાના 150 ધન્વંતરિ-સંજીવની રથ શરૂ

IHU Covid Variant: ફ્રાન્સમાં શોધાયેલ નવો કોવિડ વેરિયન્ટ IHU શું છે?

Last Updated : Jan 7, 2022, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details