- સુરતમાં કોરોનાનો કહેર યથાવત
- 108 એમ્બ્યુલન્સના પાયલોટ ફરીથી દર્દીને તેમના ઘરે છોડવા પર મજબૂર થયા
- હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી
સુરતઃ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલમાં હવે કોરોનાના નવા દર્દીઓ દાખલ થઈ શકશે નહીં. હોસ્પિટલમાં ઓક્સિજનની અપૂરતીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં અત્યારે એક હજાર જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે મોટાભાગે તમામ ઓક્સિજન ઉપર છે અથવા તો વેન્ટિલેટર ઉપર સારવાર મેળવી રહ્યા છે. આ વચ્ચે ઓક્સિજનની અછતના કારણે હવે નવી સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ નવા કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા નથી.
Exclusive: સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને નો એન્ટ્રી, એમ્બ્યુલન્સ દર્દીને ફરી ઘરે લઈ જવા પર મજબૂર આ પણ વાંચોઃ અધિકારીઓના સંકલનના અભાવે મહત્તમ ક્ષમતા સાથે કાર્યરત નથી થઈ શકતી 108ની સેવા
ઓક્સિજનની અછતના કારણે નવા દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા નથી
દા.ત નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સ્ટેમસેલ બિલ્ડિંગ અને કિડની હોસ્પિટલમાં મળી કુલ 1,500 જેટલા બેડ છે. જ્યાં હાલ સુરતના ક્રિટિકલ દર્દીઓની સારવાર થઈ રહી છે. ઓક્સિજનની અછતના કારણે નવી સિવિલ હોસ્પિટલના ગેટ કોરોનાના દર્દીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે હાલ જે પણ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તે તમામ ઓક્સિજન ઉપર છે અને ઓક્સિજનની અછતના કારણે નવા દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા નથી. જેથી કોરોના દર્દીઓને દાખલ કરવા માટે જ્યારે 108 એમ્બ્યુલન્સ તેમને લઈને આવે છે ત્યારે તેમને ગેટ ઉપર રોકી દેવામાં આવે છે અને હોસ્પિટલમાં એન્ટ્રી મળતી નથી. જેના કારણે કલાકો સુધી તેમને રાહ જોવી પડી રહી છે. હાલ ઓક્સિજન મધ્યપ્રદેશને આપવામાં આવે છે તેવી વાત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા જણાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ એક જ દિવસમાં સુરતમાં 10 મોત, દર 7થી 15 મિનિટમાં 108 એમ્બ્યૂલન્સની એન્ટ્રી
સારવાર માટે અંદર લઈ જવામાં આવી રહ્યા નથી
ETV Bharatના સંવાદદાતાએ 108 એમ્બ્યુલન્સના પાઇલટ સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ દર્દીને કતારગામથી લાવવામાં આવ્યા છે, હાલ તે એમ્બુલન્સની અંદર છે, ઓક્સિજન ઉપર છે પરંતુ તેને સારવાર માટે અંદર લઈ જવામાં આવી રહ્યા નથી. હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં બેડ નથી, જેથી દર્દીને દાખલ કરી શકાય એમ નથી. તેઓ મજબૂરીમાં ફરીથી દર્દીને તેમના ઘરે મુકવા જવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.