સુરત : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બેંકના ATM મશીનમાંથી તસ્કરે માત્ર 6 મિનિટમાં 24,20,500 લાખ રૂપિયાની ચોરી કરી છે. અડાજણ-હજીરા રોડ પર આવેલા ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કવેર બિલ્ડીગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા SBIના ATMમાં ધોળા દિવસે ચોરી કરી તસ્કર નાસી ગયો હતો.
ચોરીની ઘટનાને અંજામ આપવા તસ્કરે રેઈનકોટ પહેરીને માથે છત્રી રાખીને ATM રૂમમાં પ્રવેશ કર્યો હતો. પોલીસે CCTVના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અડાજણ ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગમાં SBI બેંક અડાજણ શાખાની બાજુમાં ATM મશીન આવેલું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આ ATM પર તસ્કરોની નજર હતી.
સુરતમાં રેઈનકોટ પહેરી માથે છત્રી રાખી તસ્કરે બેંકના ATMમાંથી 24 લાખની ચોરી કરી 23મી ઓગસ્ટના રોજ બપોરે 2 કલાકે તસ્કર આ ATMમાં પ્રવેશ કર્યો અને ATM મશીનમાં રાખવામાં આવેલા 40,00,000 રૂપિયામાંથી 24,20,500ની મતાની ચોરી કરી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. CCTVની ચકાસણી કરતા જોવા મળ્યું કે, તસ્કર રેઈનકોટ પહેરીને માથા પર છત્રી રાખીને પ્રવેશ્યો હતો. તસ્કરે માત્ર 6 થી 7 મિનીટમાં ચોરી કરી હતી. તસ્કરોએ ATM ને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર પાસવર્ડની મદદથી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યું હોવાનો ડીસીપી પ્રશાંત સુબેએ જણાવ્યું છે.
ATMમાંથી તસ્કરે લાખો રૂપિયાની ચોરી કરી છે તેની જાણ ત્યારે થઈ જ્યારે અમુક ATMમાંથી રૂપિયા નીકળવાનું બંધ થયા હતા. સમગ્ર ઘટનાની તપાસ કરતાં અડાજણ હજીરા રોડ પરની બેંકના ATMની તપાસ દરમિયાન 24 લાખથી વધુની મતા હિસાબમાં ઓછી દેખાતી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તેમજ ATMનો એક્સેસ કઈ રીતે થતો હતો. તે અંગે પણ નિવેદન લેવાઈ રહ્યા છે.