ગુજરાત

gujarat

ETV Bharat / city

Theft in Surat: સુરતમાં તસ્કરોએ ધોળા દિવસે સાડીના વેપારીના ઘરને બનાવ્યું નિશાન, એકસાથે કરી આટલા લાખની ચોરી

સુરત શહેરના (Theft in Surat) અમરોલી વિસ્તારમાં આવેલી સ્ટાર રેસીડેન્સીમાં એક મકાનમાંથી (Theft at Amaroli's Star Residency) ધોળા દિવસે દાગીનાની ચોરી થઈ હતી. પરિવાર ઘરમાં ન હોવાનો ફાયદો ઉઠાવી તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું.

Theft in Surat: સુરતમાં તસ્કરોએ ધોળા દિવસે સાડીના વેપારીના ઘરને બનાવ્યું નિશાન, એકસાથે કરી આટલા લાખની ચોરી
Theft in Surat: સુરતમાં તસ્કરોએ ધોળા દિવસે સાડીના વેપારીના ઘરને બનાવ્યું નિશાન, એકસાથે કરી આટલા લાખની ચોરી

By

Published : Jan 31, 2022, 8:45 AM IST

સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી સ્ટાર રેસિડેન્સીમાં સાડીના વેપારીના (Theft at the house of a sari trader in Surat) મકાનમાં ધોળા દિવસે ચોરી થઈ હતી. તસ્કરો (Smugglers rampant in Surat) 27.21 લાખ રૂપિયાની ચોરી કરતા અમરોલી પોલીસ દોડતી થઈ છે. જોકે, પોલીસે આ અંગે ફરિયાદ નોંધા વધુ તપાસ હાથ ધરી છે.

ઘર બંધ હોવાથી તસ્કરોએ બનાવ્યું નિશાન

આ પણ વાંચો-Theft in Vadodara BOB Bank : લાઈનમાં ઊભેલા વૃદ્ધની થેલીમાંથી કરી તગડી ચોરી, પોલીસે કલાકોમાં ગાંધીનગરથી ઝડપી લીધો

તસ્કરોએ ઘર બંધ હોવાનો ફાયદો ઉઠાવ્યો

આ અંગે મળતી માહિતી અનુસાર, અમરોલી વિસ્તારમાં આવેલા રજવાડી પ્લોટની સામે સ્ટાર રેસીડેન્સીમાં ફ્લેટ નંબર જી 302માં રહેતા સાડી વેપારીનું મકાન (Theft at Amaroli's Star Residency) બંધ હતું. તેની વાત તસ્કરોને ખબર પડતા તાળું તોળી ઘરમાં (Theft in Surat) ઘૂસ્યા હતા. ત્યારબાદ તસ્કરોએ તિજોરીમાંથી દાગીના અને રોકડ મળી કુલ 27.21 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ઘરના સભ્ય ઘરે આવ્યા ત્યારે સમગ્ર ચોરીની (Smugglers rampant in Surat) જાણ થઈ હતી.

આ પણ વાંચો-Robbery Cases in Bharuch : ભરૂચમાં ત્રણ શખ્સોનો ખરીદીના બહાને લૂંટ કરવાનો પ્રયાસ

26મી જાન્યુઆરીએ થઈ ચોરી

આ ઘટના અંગે પરિવારનાં સભ્ય ભાવિની સવાણીએ જણાવ્યું હતું કે, તેમના પિતાની સાડીની (Theft at the house of a sari trader in Surat) દુકાન છે. જે દિવસે ચોરી થઈ તે દિવસે તેમના માતા પણ દુકાને ગયા હતા. તે સમયે ઘર બંધ હોવાથી તસ્કરોએ ધોળા દિવસે તેમના ઘરને ટાર્ગેટ બનાવ્યું હતું. તસ્કરો બપોરે 4થી 9 વાગ્યાની વચ્ચે ઘરમાં આવ્યા હતા. ત્યારબાદ તસ્કરોએ માથામાં નાખવાની પીનથી ઘરનું તાળું ખોલ્યું હતું અને ઘરે આવીને 47 તોલા સોનું અને 10 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ લઈ ફરાર (Smugglers rampant in Surat) થયા હતા. જોકે, પરિવારે આ અંગે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમરોલીના સાડીના વેપારીના ઘરે ચોરી

આ અંગે મળતી વિસ્તૃત માહિતી અનુસાર, અમરોલી રજવાડી પ્લોટની પાસે સ્ટાર રેસિડન્સી ઘર નંબર જી-302માં કરસન લક્ષ્મીદાસ કોટેચા, તેમના પત્ની કાલિંદીબેન, પુત્ર નિકુંજ અને પૂત્રવધુ મોનિકા સાથે રહે છે. કરસનભાઈ અમરોલી અર્જુનનગર સોસાયટીમાં એક સાડીની દુકાન (Theft at the house of a sari trader in Surat) ધરાવે છે. 26મી જાન્યુઆરીએ કરસનભાઈ પત્ની સાથે દુકાન આવ્યા હતા. તે સમયે જ ઘરમાં કોઈ ન હોવાનો લાભ તસ્કરોએ (Smugglers rampant in Surat) ઉઠાવ્યો હતો.

તસ્કરોએ 27.21 લાખ રૂપિયા સાફ કર્યા

તસ્કરો બંને બેડરૂમની તિજોરીના લોકરમાંથી 21,36,322 રૂપિયાની મત્તાના સોના-ચાંદીના દાગીના અને પૂત્રના લગ્ન સમયે ભેગા થયેલા અને ધંધાના રોકડા 5.85 લાખ રૂપિયા મળી કુલ 27,21,322 રૂપિયાની મત્તા ચોરી (Theft at Amaroli's Star Residency) ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના અંગે કરસનભાઈએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details