ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં યુવકે ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા - maharashtra

ડિંડોલી વિસ્તારમાં પિતાના મૃત્યુ બાદ યુવકે ગળાફાંસોખાઇને આત્મહત્યા કરી લીધી હતી. યુવકના પત્ની દ્વારા મહારાષ્ટ્રમાં લગાવેલા દહેજના કેસમાં પિતા-પુત્ર કોર્ટમાં હાજરી આપવા ગયા હતા. દરમિયાન પિતાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પિતાના મૃત્યુ બાદ હતાશ રહેતા યુવકે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાની શંકા સેવાઈ રહી છે.

સુરતમાં યુવકે ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા
સુરતમાં યુવકે ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

By

Published : Mar 9, 2021, 10:45 AM IST

  • પત્ની દ્વારા કરવામાં આવેલા કેસમાં પિતા-પુત્ર કોર્ટમાં હાજરી આપવા ગયા હતા
  • અઢી વરસથી રાહુલની પત્ની દહેજનો આરોપ મુકીને પિયરમાં જતી રહી હતી
  • માર્ગ અકસ્માતમાં પિતાનું મોત નીપજ્યું હતું

સુરત: ડિંડોલી વિસ્તારમાં પિતાના મૃત્યુ બાદ યુવકે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. યુવકના પત્ની દ્વારા મહારાષ્ટ્રમાં લગાવેલા દહેજના કેસમાં પિતા-પુત્ર કોર્ટમાં હાજરી આપવા ગયા હતા. દરમિયાન પિતાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પિતાના મૃત્યુ બાદ હતાશ રહેતા યુવકે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાની શંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: સુરતમાં પતિએ કરી આત્મહત્યા, સ્યૂસાઈડ નોટમાં પત્નિને જણાવ્યું કે, 'બીજા લગ્ન કરી લેજે'

પત્નીએ મહારાષ્ટ્રમાં રાહુલ વિરુદ્ધ દહેજ અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી

સુરત શહેરના ડીંડોલી-સનીયા રોડ પર આવેલા સનસિટી રો-હાઉસમાં રહેતા 32 વર્ષીય રાહુલ શાંતિલાલ પાટીલ કાપડ માર્કેટમાં નોકરી કરે છે. રાહુલના લગ્ન મહારાષ્ટ્રની યુવતી સાથે 2016માં થયા હતા અઢી વરસથી રાહુલની પત્ની દહેજનો આરોપ મુકીને પિયરમાં જતી રહી હતી. પત્નીએ મહારાષ્ટ્રમાં રાહુલ વિરુદ્ધ દહેજ અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી. કોર્ટની તારીખ હોવાથી 15 દિવસ અગાઉ રાહુલ અને તેના પિતા શાંતિલાલ મહારાષ્ટ્રમાં કોર્ટમાં હાજરી આપવા ગયા હતા. તે દરમિયાન પિતા શાંતિલાલભાઈ નું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. રાહુલ 2 દિવસ પહેલાં જ પિતાની અંતિમ ક્રિયા મહારાષ્ટ્રમાં પૂર્ણ કર્યા બાદ સુરત પરત ફર્યો હતો.

આ પણ વાંચો:દમણમાં અગમ્ય કારણોસર યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

ABOUT THE AUTHOR

...view details