ગુજરાત

gujarat

ETV Bharat / city

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અતુલ વેકરીયા અકસ્માત બનાવમાં PI અને PSI ને સસ્પેન્ડ કરવાની માંગણી - accident news

સુરતમાં અતુલ વેકરીયાના ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અકસ્માત બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. શનિવારે કોંગ્રેસની મહિલા વિંગ દ્વારા સુરત પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી અતુલ વેકરીયાની ધરપકડ કરવાની સાથોસાથ ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેકટર ઝાલા અને PSI ચૌધરીને સસ્પેન્ડ કરવાની માંગ કરાઇ છે.

કોંગ્રેસની મહિલા વિંગે સુરત પોલીસ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર
કોંગ્રેસની મહિલા વિંગે સુરત પોલીસ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર

By

Published : Apr 3, 2021, 3:55 PM IST

  • ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અકસ્માત બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા
  • કોંગ્રેસની મહિલા વિંગે સુરત પોલીસ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર
  • ઇન્સ્પેકટર ઝાલા અને PSI ચૌધરીને સસ્પેન્ડ કરવાની કરાઇ માંગ

સુરત: જિલ્લાના વેસુ વિસ્તારમાં અતુલ બેકરીના માલિકે નશાની હાલતમાં ગાડી ચલાવી અકસ્માત કર્યો અને પોલીસે વિરોધમાં 304 કલમ મેળવવાને બદલે હલકી કલમો નાખી જામીન મુક્ત કરી દીધો હતો. એના વિરોધમાં સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે આજે કોંગ્રેસ મહિલા વિંગની કાર્યકર્તાઓ પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવામાં આવ્યો હતો.

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અકસ્માત બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા

આ પણ વાંચોઃઅગતરાય ગામમાં મહિલાને માર મારવાની ઘટના, દલિત સમાજની મહિલાઓએ આરોપીની ધરપકડ કરવાની કરી માગ

આ પણ વાંચો:ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં આરોપી અતુલ વેકરીયાની ધરપકડ કરવા પરિવારની માગ

જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ

અતુલ વેકરીયાની ધરપકડ જલ્દી થાય અને પોલીસ ઇન્સ્પેકટર ઝાલા સહિત સબ ઇન્સ્પેક્ટર ચૌધરીને સસ્પેન્ડ કરવાની માંગણી મહિલા મોરચા દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી 304ની કલમ આ કેસમાં અતુલ બેકરીની સામે લાગી છે, ત્યારથી અતુલ વેકરીયા નાસી ગયો છે અને પોલીસની પકડથી દૂર છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details