- બિલ્ડર વિપુલ સવાણી ના લગ્ન 13 વર્ષ પહેલા સોનલ સાથે થયા હતા
- સોનલ બહેનએ હ્યુમન રાઈટ એસોસીએસન NGO ની મદદ માંગી
- બંને બાળકીઓ અને વિવિધ મહિલાઓ સંગઠનો સાથે પહોંચી જઈને બેનરો લઇને ધરણા કર્યા
સુરત:દીકરીને લક્ષ્મી માનવામાં આવે છે. બેટી પઢાવો અને બેટી બચાવો માટે વર્ષોથી અભિયાન પણ ચાલુ રહ્યું છે. સમાજમાં હજી પણ કેટલાક કિસ્સાઓમાં દીકરીઓની જનેતાને ત્રાસ ગુજારવામાં આવતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો વરાછા વિસ્તારમાં સામે આવ્યો છે. વરાછાના એક બિલ્ડરની પત્નીને પુત્ર જન્મ નહીં થતાં બે પુત્રીઓ સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. દરમિયાન આ મહિલાએ સેવાભાવી સંસ્થાઓની મદદથી સાસરીની બહાર જ બંને પુત્રી સાથે પહોંચીને બેનરો સાથે ધરણા કર્યા હતા.
લગ્ન બાદ દંપતી વડોદરામાં રહેતું હતું
વરાછા વિસ્તારમાં રહેતા બિલ્ડર વિપુલ સવાણીના લગ્ન 13 વર્ષ પહેલા સોનલ સાથે થયા હતા. લગ્ન બાદ દંપતી વડોદરામાં રહેતું હતું. લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ પુત્રીઓનો જન્મ થયો હતો. દરમિયાન પુત્ર જન્મ નહીં થતાં સોનલ બહેનના પતિ વર્ષ 2019 માં તેમને વરાછામાં રહેતી તેના બહેનના ઘરે મૂકીને જતા રહ્યા હતા. બાદમાં પતિને તેની સાથે રહેવાનું કહેવા છતાં તેણે પત્નીને સ્વીકારી ન હતી.