સુરતમાં પારલે પોઇન્ટ વિસ્તારમાં ઓબરબ્રિજ પરથી મોપેડ સવાર મહિલા નીચે પટકાતાં તેનું થઘટના સ્થળે મોત થયું છે.
સુરતમાં ઓબરબ્રિજ પરથી મહિલા નીચે પટકાઇ, ઘટના સ્થળે જ થયું મોત
સુરત: શહેરના પારલે પોઇન્ટ વિસ્તારમાં ઓબરબ્રિજ પરથી મોપેડ સવાર મહિલા 40થી 50 ફૂટ નીચે પટકાતા ઘટના સ્થળે જ તેનું મોત થયું છે. ફોર વ્હીલ કાર ટોઇંગ કરી જતી ક્રેનની સાંકળ તૂટતા પાછળથી આવી રહેલી મહિલાનો અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પારલે પોઇન્ટ વિસ્તારમા આવેલા ઓવરબ્રિજ પરથી દક્ષાબેન પંચોલી નામની મહિલા પોતાની મોપેડ પર પસાર થઈ રહી હતી. દરમિયાન મોપેડની આગળ એક ખાનગી કંપનીની ક્રેન ફોર વ્હીલ કાર ટોઇંગ કરીને જઇ રહી હતી. જેમાંથી અચાનક ક્રેનની સાંકળ તૂટી પડતા મહિલા ઓવરબ્રિજ પરથી અચાનક નીચે પટકાઇ હતી. જેમાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણકારી મળતા ઉમરા પોલીસ ધટના સ્થળે દોળી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારબાદ પોલીસે ખાનગી ક્રેનના ચાલક સામે બેદરકારીનો ગુનો નોંધી ચાલકની ધરપકડ કરી છે.