ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યનો આ બીચ કરાયો બંધ, સુરત સહિતના શહેરોમાં એલર્ટ

સતત વરસાદના કારણે ઉકાઈ ડેમની (Ukai Dam overflow) જળસપાટી તેનું રૂલ લેવલ વટાવી ગઈ હતી. ત્યારે હવે ઉકાઈ ડેમમાંથી 1.88 લાખ ક્યૂસેક પાણી છોડવામાં (Water released from Ukai Dam) આવ્યું છે. તેને લઈને હરિપૂરા અને કોસાડી કોઝ-વે અવરજવર માટે બંધ કરી (Haripura Kosadi Causeway Closed) દેવાયો છે. તો હવે સુરતનું તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

ઉકાઈ ડેમની જળસપાટીએ વટાવ્યું રૂલ લેવલ, દરિયા કિનારે તોળાતું વાવાઝોડાનું જોખમ
ઉકાઈ ડેમની જળસપાટીએ વટાવ્યું રૂલ લેવલ, દરિયા કિનારે તોળાતું વાવાઝોડાનું જોખમ

By

Published : Jul 19, 2022, 11:09 AM IST

Updated : Jul 19, 2022, 11:40 AM IST

સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદના કારણે ડેમની જળસપાટી આજે તેનું રૂલ લેવલ વટાવી ગઈ હતી. આ લેવલ જાળવી રાખવા ડેમમાંથી છોડાતા (Water released from Ukai Dam) પાણીનો જથ્થો વધારીને રાત્રે 11:00 કલાકે 1 લાખ ક્યૂસેક કરાયો હતો. ડેમમાંથી પાણી છોડવાની માત્રા વધતા હરીપુરા અને કોસાડી કોઝ-વે જાહેર અવરજવર માટે બંધ (Haripura Kosadi Causeway Closed) કરવામાં આવ્યો છે. રાજ્યના દરિયા કાંઠે વાવાઝોડાનું જોખમ (Coastal storm risk) ઊભું થયું છે. તેને ધ્યાનમાં રાખી શહેરને અડીને આવેલા ડુમસ અને સુંવાલીનો બીચ બંધ (Beaches of Dumas and Sunwali are closed) રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ઉકાઈ ડેમની જળસપાટીએ વટાવ્યું રૂલ લેવલ

દરિયા કિનારે વાવાઝોટું ત્રાટકે તેવી સંભાવના - અરબી સમુદ્રમાં દબાણની નવી સીસ્ટમ સક્રિય થઈ છે. તેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. તો હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી (Meteorological department forecast) અનુસાર, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાના કારણે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

માછીમારોને પણ દરિયા નહીં ખેડવા સૂચિત કરાયા

આ પણ વાંચો-ઉપરવાસમાં વરસાદના પગલે સાબરમતી નદી બે કાઠે

બીચ બંધ રાખવાની જાહેરાત- આ ઉપરાંત દરિયાના ઊંચા મોજાં ઉછળવાની પણ સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને સુરત શહેર એચ ડિવિઝન પોલીસના ACP દ્વારા જાહેરનામું હેરા કરી અચોક્કસ મુદ્દત માટે ડુમસ અને સુંવાલીનો બીચ બંધ (Beaches of Dumas and Sunwali are closed) કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયા નહીં ખેડવા સૂચિત કરાયા છે.

કલેક્ટરે કરી અપીલ

ઉપરવાસમાં 18 ઇંચથી વધુ વરસાદ -ઉકાઈ ડેમના ઉપરવાસમાં (Ukai Dam overflow) સતત વરસાદ પડી રહ્યો છે. 18 અહીં ઈંચથી વધુ વરસાદ ખાબકતા ડેમમાં પાણીની આવક રવિવારે રાત્રે 10 વાગ્યે કલાકે 89,000 ક્યૂસેકે પહોંચી હતી. આની સામે દિવસ દરમિયાન 17,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. જોકે, ડેમની જળસપાટી આજે તેનાં રૂલ લેવલ 333 ફૂટને વટાવી ગઈ હતી, જે રૂલ લેવલ જાળવવા ડેમમાંથી છોડાતા પાણીની માત્રા વધારવાનો ડેમ તંત્ર વાહકો દ્વારા નિર્ણય કરાયો હતો.

આ પણ વાંચો-કરજણમાં ઢાઢર નદી ગાંડીતૂર, સંભોઇ ગામને ઘેર્યું

ડેમમાં પાણીની આવક વધી - તો રાત્રે 11 વાગ્યે ડેમમાં પાણીની આવક 71,000 ક્યૂસેક પર પહોંચી ગઇ હતી. આની સામે ડેમમાંથી છોડાતા પાણીની માત્ર વધારીને 1,01,244 ક્યૂસેક કરવામાં આવી હતી. આથી હિરપુરા અને કોસાડી કોઝવે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન કલેક્ટર આયૂષ ઓકે લોકોને અફવાથી દૂર રહેવા સાથે સાવચેતી જાળવવા અનુરોધ કર્યો હતો.

Last Updated : Jul 19, 2022, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details