- ચાર પ્રકારના રોગોમાં 30થી 40 ટકાનો વધારો
- લોકોને ગરમીથી આંશિક રાહત મળી
- રાજ્યમાં હીટવેવની અસર
- ગરમી વધતાં ચાર પ્રકારના રોગોના દર્દીઓની સંખ્યા પણ વધી
સુરતઃ ચામડી દઝાડતી ગરમીથી બચવા લોકોએ ઠંડા પીણાનો સહારો લેવો પડ્યો હતો. એક બાજુ હોળીના તહેવારની રજા અને બીજી તરફ ગરમી પણ વધુ હોવાથી શહેરના રસ્તાઓ પર લોકોની અવર જવર ઓછી જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. નીચા સ્તરેથી ઊત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનોને કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.
આ પણ વાંચોઃ હવામાન વિભાગ દ્વારા આગાહી, પાંચ દિવસમાં ગરમીમાં થશે વધારો
સામાન્ય શરદી-ખાંસી હોય તો પણ લોકો કોરોના ટેસ્ટ કરાવે
ઈન્ડીયન મેડીકલ એસોસિએશન(IMA) સુરત શહેરના પ્રમુખ પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના વચ્ચે ગરમીનો પ્રમાણ વધતાં ચાર પ્રકારના રોગો હાલ જોવા મળી રહ્યા છે. વાઇરલ ઇન્ફેક્શન ડાયરિયા, મલેરિયા અને ડેન્ગ્યુ સાથે કોરોનાના દર્દીઓમાં હાલ વધારો થઈ રહ્યો છે, લોકો પાણી પીવાનુ વધારે રાખે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો સામાન્ય શરદી-ખાંસી હોય તો પણ લોકો કોરોના ટેસ્ટ કરાવે જેથી સ્પષ્ટ થઈ જાય કે તેઓ હાલ જોવા મળી રહેલા ચાર રોગોમાંથી કયા રોગથી ગ્રસ્ત છે. હાલ કોરોના ડાયરીયા અને શરદી-ઉધરસની સાથે પણ જોવા મળે છે. આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.