- સામાજિક કાર્યકરે ફરિયાદ નોંધાવી
- સચિન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
- તળાવ ખોદવાની પોલ ખોલવાનું કહેતા ધમકી આપીઃ અજય ત્રિવેદી
સુરતઃ શહેરના તલંગપુર વિસ્તાર ખાતે રહેતા શહેર ભાજપના મંત્રી ભીખુ છીમુ પટેલ સામે ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાઇ છે. ભીખુ છીમુ પટેલે સામાજિક કાર્યક્રમ અજય ત્રિવેદીને ધમકી આપી હતી જેને લઇને સામાજિક કાર્યકરે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ પોરબંદર કોવિડ હોસ્પિટલમાં સામાજિક કાર્યકર્તાને ધમકી
ભીખુભાઈ પટેલનું નામ લેવું નહીં, નહીંતર મજા નહીં આવે તેવી ધમકી આપીઃ અજય ત્રિવેદી
અજય ત્રિવેદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 5 માર્ચના રોજ તે પોતાના મિત્ર દીપકભાઈના ઘરે સચિન ખાતે હતા ત્યારે ભીખુ છીમુ પટેલ પણ હાજર હતાં. અજય ત્રિવેદીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી કે તે તલંગપુરમાં ગેરકાયદે તળાવ ખોદકામ અંગે શહેરના નેતાઓની પોલ ખોલશે અને આ અંગે લાઈવ આવશે. આ બાબતે બન્ને વચ્ચે વિવાદ સર્જાયો હતો અને ભીખુ છીમુ પટેલે આજે શુક્રવારે તેમને જણાવ્યું હતું કે ભીખુભાઈ પટેલનું નામ લેવું નહીં, નહીંતર મજા નહીં આવે તેવી ધમકી આપી હતી.
આ પણ વાંચો વેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો, યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા
મે કોઇને ધમકી આપી નથીઃ ભાજપના શહેર મંત્રી ભીખુભાઇ પટેલ
આ અંગે ફરિયાદી અજયે જણાવ્યું હતું કે, ભીખુ છીમુ પટેલે ધમકી આપી હતી કે 'તમારે ખોદકામ કરતાં પ્રતીક્ષા ચૌહાણ વિરુદ્ધ કઈ પણ કરવું હોય તે કરો પરંતુ મારું નામ લેવું નહીં, નહીંતર મજા નહીં આવે'. જ્યારે આરોપી ભાજપના મંત્રી ભીખુ છીમુ પટેલે જણાવ્યું હતું કે, મે કોઇને ધમકી આપી નથી. અમે મિત્રતા હોય જેથી દીપકના ઘરે ગયા હતા. થોડીવારમાં આજે શુક્રવારે ત્રિવેદી પણ ત્યાં આવ્યો હતો અને ત્યાર બાદ વિવાદ સર્જાયો હતો પરંતુ કોઈપણ પ્રકારની ધમકી આપી નથી.