ગુજરાત

gujarat

વિવાદોથી ઘેરાયેલા ઓલપાડ પોલીસ સ્ટેશનના PSIને સુરત ગ્રામ્ય પોલીસ વડાએ કર્યા સસ્પેન્ડ

By

Published : Jun 22, 2021, 10:48 PM IST

થોડા દિવસ પહેલા ઓલપાડના અતોડરિયા પાટિયા પાસે બનેલા મારામારી ઘટનામાં પોલીસે ફરિયાદીને ધમકાવી ફરિયાદ પરત ખેંચી લેવા દબાણ કરતા ઓલપાડ પોલીસ મથકના PSI અને રાઈટરને સુરત ગ્રામ્ય પોલીસ વડા ઉષા રાડાએ સસ્પેન્ડ કરી દીધા હતા.

Olpad police station
Olpad police station

  • ઓલપાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને રાઇટર થયા સસ્પેન્ડ
  • ફરિયાદીને અરજી પાછી લેવા દબાણ કરતા સુરત ગ્રામ્ય પોલીસ વડાએ કર્યા સસ્પેન્ડ
  • અનેક વાર વિવાદમાં આવી ગયા PSI એ. બી. મોરી

સુરત : 10 દિવસ પહેલા ઓલપાડના અટોડરા પાટિયા પાસે ઓવરટેક કરવાની નજીવી બાબતે 4 અસામાજિક તત્વોએ વાહનચાલકને ઉભો રાખી ઢોર માર માર્યો હતો. તેમજ પહેલ સોનાની ચેઇન ચોરી લીધી હતી. આ બાબતે ભોગ બનનારા યુવક ઓલપાડ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ઓલપાડ પોલીસ દ્વારા ફક્ત મારા મારીની જ ફરિયાદ લીધી હતી અને સોનાની ચેઇનની ફરિયાદ નોંધી ન હતી. ઉલટાનું પોલીસ દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ફરિયાદી પાસે ઓલપાડ પોલીસનો માણસ પહોંચીને ધાકધમકી આપી હતી કે, ફરિયાદ પરત ખેંચી લેનું દબાણ કરતો હતો, ત્યારે ફરિયાદી પરિવાર દ્વારા આ બાબતે સુરત ગ્રામ્ય પોલીસ વડાને રજૂઆત કરતા પોલીસ વડાએ ઓલપાડ પોલીસ સ્ટેશનના PSIએ. બી. મોરી તેમજ રાઇટર મુકેશ જોગરાણાને સસ્પેન્ડ કર્યા હતા.

વિવાદોથી ઘેરાયેલા ઓલપાડ પોલીસ સ્ટેશનના PSIને ગ્રામ્ય પોલીસ વડાએ કર્યા સસ્પેન્ડ

અનેક વાર વિવાદમાં આવી ગયા PSI એ. બી. મોરી

હાલ સસ્પેન્ડ થયેલા ઓલપાડ પોલીસ સ્ટેશનના PSI એ. બી. મોરી અનેકવાર વિવાદોમાં આવેલા છે. પહેલા લોકડાઉનના સમયમાં કીમ ગ્રામ પંચાયતના સભ્ય ગરીબ લોકોની સેવા જઈ રહ્યો હતો. તેને લોકડાઉનમાં કેમ બહાર નીકળ્યોનું કહી ફટકાર્યો હતો. PSI આ વર્તનથી કીમ ગ્રામ પંચાયતની આખી બોડી ઓલપાડના ધારાસભ્ય પાસે રાજીનામું આપવામાં પહોંચી ગઈ હતી. તે સમયે પોલીસ અધિકારીઓ તેમજ ધારાસભ્ય મુકેશ પટેલ એ મધ્યસ્થી કરી તમામ સભ્યોને મનાવી લીધા હતા અને તાત્કાલિક PSIની બદલી થઈ હતી.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details