- બેનરમાં આ બ્રિજને ડો.બાબા સાહેબ આંબેડકર બ્રિજ (Dr. Babasaheb Ambedkar Bridge) તરીકે નામકરણ કરો જેવું લખાણ
- 2014માં આ બ્રિજના નક્શા તૈયાર કરવામાં આવ્યા હતા
- બ્રિજનું મુખ્યપ્રધાન (CM)ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
સુરતઃ બ્રિજ સિટીની (Bridge City) ઓળખ ધરાવતા સુરત શહેરમાં રવિવારે 115મો અને તાપી નદી પરના 14મા પાલ-ઉમરા બ્રિજ (Pal-Umra Bridge)નું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો ફાયદો થશે. 90 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજને તૈયાર થતાં 7 વર્ષ લાગી ગયા હતા. વર્ષ 2005માં ઉમરા ગામથી પાલ ગામને જોડતો રિવરબ્રિજ (Riverbridge) બનાવવા નિર્ણય કરાયો હતો.
આ પણ વાંચોઃવિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના નામકરણ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા
વર્ષ 2014માં આ બ્રિજના નકશા તૈયાર કરવામાં આવ્યા હતા
વર્ષ 2006માં શહેરનું હદ વિસ્તરણ થતા નદી પારના પાલ વિસ્તારનો સુરત શહેરમાં સમાવેશ કરાયો છે. આ પછી આ બ્રિજને BRTS ફેઝ-2 પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો હતો. ત્યારબાદ વર્ષ 2014માં આ બ્રિજના નકશા તૈયાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટેન્ડર મગાવવામાં આવ્યું હતું. 90 કરોડ રૂપિયાના ખર્ચે વર્ષ 2015માં ટેન્ડર મંજૂર કરાયું હતું. વર્ષ 2018માં બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ ઉમરા ગામ તરફના છેડે બ્રિજ ઉતારવા માટે પુરતી જગ્યા ન હતી.