- સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો
- બાલાજી નગર પાસે ચપ્પુના ઘા ઝીંકી હત્યા
- યુવકની હત્યાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર
સુરત: શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રત્નપ્રભા સોસાયટીમાં રહેતા 32 વર્ષીય લાલચંદ દશરથ ઉર્ફે લાલો નામના શખ્સની બાલાજી નગર પાસે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. લાલચંદની વહેલી સવારે 6:30થી 7:00 વાગ્યા વચ્ચે હત્યા થઈ હતી. પેટ, છાતી અને ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. હત્યા સંતોષ નામના શખ્સે કરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ મામલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. યુવકની હત્યાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે હત્યારા સંતોષની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બાલાજી નગરમાં તેની પ્રેમિકા રહેતી હતી