ગુજરાત

gujarat

ETV Bharat / city

રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા વરાછા-મહિધરપુરા-ચોકસી ટ્રેડિંગ બજાર બંધ રાખવા નિર્ણય - કારખાના માલિકો

સુપર સ્પેડર બનેલા રત્ન કલાકારોમાં કોરોના વધુ ના ફેલાય તે માટે સુરત ડાયમંડ એસોસિએશન કાર્યાલય ખાતે આજે બેઠક યોજવામાં આવી હતી. સુરત ડાયમંડ એસોસિએશન અને તંત્ર વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં હીરા ઉદ્યોગ બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હીરા ઉદ્યોગ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના ત્રણ મુખ્ય હીરા બઝાર મહીદરપુરા, ચોકસી અને વરાછા મીની બઝાર શનિવાર અને રવિવાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

etv bharat
etv bharat

By

Published : Jun 22, 2020, 4:35 PM IST

સુરત :અનલોક 1 બાદ સુરતમાં સૌથી વધુ કેસ કતાર ગામ ઝોનમાં નોંધાયા છે, અને સૌથી વધુ ભોગ રત્નકલાકારો બન્યા છે. 35 ટકા કેસો રત્નકલાકારો અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના છે. ત્યારે આ મામલે સુરત ડાયમંડ એસોસિએશન ખાતે મનપા કમિશનર બંછા નિધી પાની, મેયર ડૉ જગદીશ પટેલ અને ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. આ બેઠક અંદાજીત 2 કલાક ચાલી હતી. જેમાં હીરા ઉદ્યોગ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા વરાછા અને મહિધરપુરા અને ચોકસી ટ્રેડિંગ બજાર બંધ રાખવા નિર્ણય

હીરાના કારખાના અને રત્નકલાકારો માટે ખાસ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. મનપા કમિશનર બી.એન.પાનીએ જણાવ્યું હતું કે ,સુરતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તે ચિંતાજનક છે, હવે જે હીરાના કારખાનામાં એક કરતા વધુ કેસ આવે તો સંપૂર્ણ યુનિટ સ્વયંભુ બંધ રાખવા નિણર્ય લેવામાં આવ્યો છે.

સુરત ડાયમંડ એસોસિએશન ટીમ બનાવી ઇન્પેક્શન કરશે. આ ઉપરાંત મનપાની ટીમ પણ હીરાના કારખાનાઓમાં ખાસ તપાસ કરશે, હીરાના કારખાનામાં કેન્ટીન બંધ રહેશે. તેમજ રત્નકલાકારોને ગરમ પાણી પણ આપવામાં આવશે. તેમજ સોશિયલ ડિસટન્સ ખાસ જાળવવામાં આવશે.

રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા વરાછા અને મહિધરપુરા અને ચોકસી ટ્રેડિંગ બજાર બંધ રાખવા નિર્ણય

આ ઉપરાંત દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારે હીરા માર્કેટ બંધ રહેશે. મહિધરપુરા, મિનીબજાર અને ચોકસી બજાર બંધ રહેશે અને મહિધરપુરા અને મિનીબજારમાં સેફ વોલ્ટ શનિવાર અને રવીવારે બંધ રહેશે. આ ઉપરાંત ડાયમંડ પેકેટને સેનેટાઈઝ કરવું, એક ઘંટી પર બે લોકો બેસાડવા અને સવારે અને બપોરે અલટનેટ કામ કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

છેલ્લા 10 દિવસમાં રત્ન કલાકારો વધુમાં વધુ પોઝિટિવ આવ્યા છે. ડાયમંડ યૂનિટમાં એક પણ કેસ આવશે તો તે સેક્શન બંધ કરવામાં આવશે.જો ત્રણથી વધુ કેસ આવે તો સંપૂર્ણ યુનિટ બંધ કરવાનો નિર્ણય કારખાના માલિકે કરવાનો નિર્ણય રહેશે.મહિધરપુરા અને વરાછા હીરા બજાર અને યુનિટમાં કેન્ટીન સંપૂર્ણપને બંધ રહેશે. કારખાનાની પાળી પ્રમાણે કારખાનાઓમાં કામ કરવાનું રહેશે.

હીરાના પેકેટ સેનિટાઈઝ થાય તે માટે હીરા કારખાના માલિકોએ ટેક્નિકલ પ્રમાણે નિર્ણય લેવાનો રહેશે.રત્ન કલાકરો ને આયુર્વેદિક કાળા ,ગરમ પાણી અને આયુષ મંત્રાલયની દવા આપવામાં આવશે. હીરા કારખાનાઓ અને મોટા યૂનિટોમાં એસી બંધ રાખવામા આવશે.પાલિકાની ખાસ ટીમ દ્વારા હીરા કારખાનાઓમાં તપાસ કરશે.

ABOUT THE AUTHOR

...view details