- સુરતમાં ઓનલાઈન ફરિયાદનું નિરાકરણ
- છેલ્લા 1 મહિનામાં હજારો ફરિયાદનું નિરાકરણ
- દરેક ફરિયાદ પર રાખવામાં આવે છે નજર
સુરત: સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતના મેયર હેમાલી બોઘાવાળા દ્વારા લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવાનો પ્રયાસ ડેસ્ક બોર્ડ દ્વારા શરૂ કર્યો છે. જુદાજુદા વિસ્તારના લોકો પોતાના પ્રાથમિક પ્રશ્ન અંગે ઓનલાઇન રજૂઆત કરી શકે છે. લોકોને આવતી ફરિયાદો અંગે મેયર દ્વારા ઝોનલ ઓફિસર સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય સમયમાં નિરાકરણ લાવવાની સૂચના કરવામાં આવે છે. એક મહિનામાં મેયરને હજારો ફરીયાદ મળી હતી, જેમાં મોટા ભાગની ફરિયાદનો નિકાલ થઈ ચૂક્યો છે. આ ઉપરાત કેટલી સમસ્યાનું નિરાકરણ બાકી છે.
ઓનલાઈન ફરિયાદનું નિરાકરણ
સામાન્ય રીતે લોકો પોતાની સમસ્યા લઈને ઝોન ઓફીસ અથવા તો મનપા કચેરી ખાતે જતા હોય છે. જો કે અહીં પણ અધિકારીઓ સમસ્યાનું નિરાકરણ લાવવામાં ઘણો બધો સમય લેતા હોય છે અથવા તો સમસ્યાનો ઉકેલ જ નથી આવતો. આ પરિસ્થિતીમાં લોકોને ધર્મધક્કા ખાવાનો વારો આવતો હોય છે. હાલમાં લોકો ઘરે બેઠા જ પોતાની સમસ્યા કહી શકે તેવું આયોજન રાજ્યમાં સૌ પ્રથમ વાર સુરત મનપા દ્વારા કરવામાં આવ્યું છે. અહીં મનપાના મેયર હેમાલી બોઘાવાળાએ મેયર ડેસ્ક બોર્ડ શરૂ કર્યું છે. જેમાં સુરત ના તમામ નાગરિક પોતાના વિસ્તારની કે પોતાની સમસ્યા સીધી ઓનલાઈન મેયરને કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો : સુરતના દિપક કાબરાની Tokyo Olympicsમાં જજ તરીકે પસંદગી