- ડ્રગ્સ માફિયા, ઘુસણખોરો, આતંકીઓની સામુદ્રિક હિલચાલ પર રખાશે બાજનજર
- IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ
- સ્વદેશી કંપની એલ એન્ડ ટી દ્વારા છે નિર્મિત
સુરત : ગુજરાતમાં 1600 કિલોમીટરનો કોસ્ટલ વિસ્તાર છે. આ વિસ્તારમાંથી ડ્રગ્સ માફિયા, દાણચોરો, આતંકવાદીઓ પ્રવેશ કરવા માંગે છે પરંતુ આ તમામની યોજનાઓને જેટ્ટી, હજીરા (સુરત) દ્વારા તૈયાર ઇન્ટરસેપ્ટર C-454 સીરિઝની બોટ નિષ્ફળ બનાવે છે. આજે વધુ એક બોટ ભારતીય તટરક્ષક દળને અર્પણ કરાઈ છે. સર્વેલેન્સ, રડાર અને હથિયાર સાથે સજ્જ આ બોટના કારણે તટરક્ષકોને અનેક સુવિધાઓ મળી છે. લાઈટ મટીરિયલના કારણે આ બોટ ઝડપી સમુદ્રમાં ફરે છે. ઓછી કિંમતમાં તૈયાર થયેલી આ બોટના કારણે દુશ્મન દેશથી આવનાર ડ્રગ્સ માફિયા, ઘુસણખોર, આતંકીઓની સામુદ્રિક હિલચાલ ઉપર બાજનજર રાખી શકાય છે.