- મરીન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા સંશોધન સંશોધન
- કૃષ્ણની ધરતી દ્વારકા આજે વૈજ્ઞાનિકો માટે એક રહસ્યમયી સામ્રાજ્ય છે
- હજારો વર્ષ જૂના આ વૃક્ષ માં કઈપણ સરળ નહોતી ન ક્ષતીગ્રસ્ત હતું
સુરત : આજે કૃષ્ણ ભક્તો માટે ખૂબ જ અગત્યનો દિવસ છે, કારણકે આજે ભગવાન બાલ ગોપાલ ધરતી પર અવતરિત થયા હતા. શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા ભલે હોય પરંતુ તેમની કર્મભૂમિ ગુજરાતની દ્વારકા છે. ભગવાન કૃષ્ણનું દ્વારકા ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે. જે હાલ સમુદ્રમાં ખોવાઈ ગઈ છે પરંતુ ઓછા લોકો જાણે છે કે ભગવાનની આ નગરીનો વ્યાપ દક્ષિણ ગુજરાત સુધી હતો. સુરતના કોસંબા નજીક જ્યારે મરીન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ સંશોધન કરી રહી હતી તેમાં સુરતના પુરાતત્વ વિશેષજ્ઞ ડૉ મિતુલ ત્રિવેદી પણ શામેલ હતા. વર્ષ 2007થી લઈને 2011 સુધી તેઓ આ ટીમના સભ્ય તરીકે સંશોધનમાં સામેલ હતા. ભગવાન કૃષ્ણની પ્રાચીન નગરીના સંશોધનમાં તેઓ 30 ફૂટ દરિયાની અંદર જઈ અનેક વસ્તુઓ પર અધ્યયન કર્યું હતું. સુરત નજીક દરિયામાંથી વૈજ્ઞાનિકોને આ દ્વારિકા નગરી માંથી સ્નાનગૃહો, બંગડી વાસણ અને મકાનના અવશેષો મળી આવ્યા હતા. સાથે તેઓને એક એવું વૃક્ષ મળ્યું કે જે આટલા વર્ષ સુધી પાણીમાં રહ્યા બાદ પણ ખરાબ થયું નહોતું.
આશરે 50 વર્ષ સુધીનું આ સંશોધન
1960 થી લઈને 1970 વચ્ચે ડોક્ટર એસ.આર.રાવે દ્વારકાથી શોધ કરવાની શરૂઆત કરી હતી. વર્ષ 1998મા આ સંશોધનમાં સુરતની પાસે ઓલપાડ નજીક ડભારી દરિયા કિનારે બીજી ટીમે પણ સંશોધનની કામગીરી શરૂ કરી હતી. મરીન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના આ સર્વેમાં સુરતના ડૉ મિતુલ ત્રિવેદી પણ આ ટીમમાં સામેલ થયા હતા. અને તેઓ 2011 સુધી આ સંશોધન ટીમમાં સામેલ હતા. વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીના જણાવ્યા મુજબ આશરે 50 વર્ષ સુધીનું આ સંશોધન છે. દ્વારકા થી દક્ષિણ ગુજરાતના કોસંબા સુધી આ સંશોધન થયું હતું.જેમાં જમીનની ઉપર અને દરિયાની અંદર પણ ઘણી બધી વસ્તુઓ મળી આવી છે.આ તમામ વસ્તુઓ મરીન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ગોવા અને ચેન્નાઈ ખાતે સુરક્ષિત મૂકવામાં આવી છે.
આ પણ વાંચો : વડોદરાના ગરબા ક્વિન વત્સલા પાટીલનો શ્રી કૃષ્ણને પત્ર
સંશોધનમાં આશરે 6 થી 7હજાર જેટલી વસ્તુઓ મળી