ગુજરાત

gujarat

ETV Bharat / city

જેલમાં જવા માટે અને મીડિયામાં પ્રખ્યાત થવા માટે બાળકનું અપહરણ કરનાર ઝડપાયો

સુરત શહેરના સચીન GIDC વિસ્તારમાં સોમવારે સાંજે આઠ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજા દિવસે યુવકને બાળક સાથે ભુસાવલ સ્ટેશન ઉપર પકડી લેવાયો હતો, પરંતુ આ દરમિયાન આરોપી યુવકે મીડિયામાં પ્રખ્યાત થવા માટે તથા મોટી જેલમાં જવા માટે બાળકનું અપહરણ કર્યુ હોવાનું જણાવતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.

સુરત
સુરત

By

Published : Mar 11, 2021, 4:38 PM IST

  • નામના મેળવવા કર્યું હતું બાળકનું અપહરણ
  • CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરાઈ
  • મોબાઈલના લોકેશનથી ઝડપાયો આરોપી

સુરત: સચીન GIDC પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સચીન GIDC ખાતે તલંગપુર ગેટની સામે પંચવટી સોસાયટીમાં રહેતા પ્રીચરણ ભયું ગોડાના આઠ વર્ષીય પુત્રનું સોમવારે પડોશમાં રહેતા રાઘવેન્દ્ર નામના યુવકે અપહરણ કર્યું હતું. મોડી સાંજ સુધી શોધખોળ બાદ રાત્રે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી હતી. સચીન GIDC પોલીસે ગણતરીના કલાકોમાં રાઘવેન્દ્રને બાળકની સાથે ભુસાવલ રેલ્વે સ્ટેશન પરથી પકડી પાડ્યો હતો. રાઘવેન્દ્રની પૂછપરછ કરતા તેનું નિવેદન સાંભળી પોલીસનું મગજ પણ ચકરાવે ચઢી ગયું હતું.

સુરત

આ પણ વાંચો:અમદાવાદ: સુરેન્દ્રનગરના વેપારીના પુત્રોનું અપહરણ કરનારા શખ્સોની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

રાઘવેન્દ્ર બાળકને તેના વતન છત્તીસગઢ લઈ જવાનો હતો

આરોપીએ જણાવ્યું હતું કે, પોતાને એક વાર મોટી જેલમાં જવાની ઈચ્છા છે અને પોતે મીડિયા દ્વારા નામના મેળવવા ઈચ્છતો હતો. આરોપીનું નામ રાઘવેન્દ્ર ભારત રામચરણ કેવટ છે. તે મૂળ છત્તીસગઢના કોરિયાનો રહેવાસી છે. આ કામગીરી માટે ટેકનિકલ સર્વેલન્સ ટીમ, ઓપરેશન ટીમ, પેટ્રોલિંગ ટીમ અને CCTV ટીમ બનાવી બાળકની શોધખોળ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજના આધારે જાણવા મળ્યું હતું કે, પાડોશી યુવક બાળકનું અપહરણ કરી લઇ જતા નજરે પડ્યો હતો. યુવકનું નામ તથા મોબાઈલ નંબર મળી આવતા મોબાઈલનું લોકેશન મેળવી એક ટીમ સોનગઢ રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ ફરીવાર મોબાઈલ લોકેશન ભુસાવલ રેલ્વે સ્ટેશન નજીકનું આવતા સોનગઢ ખાતેની ટીમ તાત્કાલિક ભુસાવળ રવાના થઈ હતી અને આરોપી રાઘવેન્દ્ર બાળકને તેના વતન છત્તીસગઢ લઈ જવાનો હતો તે પહેલા તેને ઝડપી પાડાવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:હાલોલમાં શ્રમજીવી પરિવારના બાળકનું અપહરણ, પોલીસે શરુ કરી તપાસ

ABOUT THE AUTHOR

...view details