ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં આગળ વધે તે માટે જૂઓ સરકારે શું આપી રહી છે ભેટ - લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ જ્વેલરી

સુરત નહી પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં(International Demand for Lab Grown Diamond) લેબ ગ્રોન ડાયમંડની માગ વધી છે. તેને ધ્યાનમાં રાખીને સરકર અલગ જગ્યા ફાળવી રહી છે. જ્યાં ચાઈનાની સુરતમાં જેમ કોમન ફેસિલિટી સેંટર(Common Facility Center) અને લેબ ગ્રોન પાર્ક બનવા જય રહ્યું છે

સુરત લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં આગળ વધે તે માટે જૂઓ સરકારે શું આપી રહી છે ભેટ
સુરત લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં આગળ વધે તે માટે જૂઓ સરકારે શું આપી રહી છે ભેટ

By

Published : May 19, 2022, 10:11 PM IST

સુરત: છેલ્લા ઘણા સમયથી લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ ઇન્ટરનેશનલ(International Demand for Lab Grown Diamond ) માર્કેટમાં વધી છે અને સુરત લેબગ્રોન ડાયમંડ(Surat Lab Grown Diamond) બનાવવા માટે હબ તરીકે સામે આવી રહયું છે. ચાઇનાની જેમ સુરતમાં પણ લેબ ગ્રોન પાર્ક(Lab Grown Park in Surat) અથવા કોમન ફેસિલિટી સેન્ટર(Common Facility Center) બનાવવા માટે સરકાર દ્વારા જગ્યા ફાળવવામાં આવશે.

જીજેઈપીસીમાં નેચરલ ડાયમંડમાં જેવી પ્રક્રિયા છે તેવી જ પ્રક્રિયા લેબગ્રોનમાં વિકવાશે.

આ પણ વાંચો:સુરતની કઇ કંપનીએ 17 કેરેટ માંથી બનાવ્યા ગ્રીન ક્રોસ ડાયમંડ

લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં સુરત આગળ વધે તે માટે સરકારની કવાયત - જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગપતિઓનું ડેલિગેશન(Delegation of Labgrown Diamond Businessmen) કેન્દ્રીય કોમર્સ પ્રધાન(Union Minister of Commerce) પિયુષ ગોયલને મળવા માટે ગયું હતું. જેમાં પિયુષ ગોયલે લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે જગ્યા ફાળવવા આશ્વાસન આપ્યું હતું. સુરત લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં આગળ વધે તે માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. પિયુષ ગોયલ સાથે થયેલ ચર્ચામાં અનેક મુદ્દાઓ ને આવરી લેવામાં આવ્યા છે જેમાં લેબગ્રોન ડાયમંડને FTPમાં સામેલ કરવામાં આવશે. સુરતમાં મેગા CFP માટે ઇન્ડસ્ટ્રી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 50:50 ટકા નું રોકાણ કરવા પર મંત્રણા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો:પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 209 ટકાની વૃદ્ધિ, રફ ડાયમંડના ભાવમાં 25 ટકાનો વધારો

કોમર્સ મંત્રાલય દ્વારા વિવિધ પેકેજ બનાવાશે -આ અંગે GJEPCના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, GJEPCમાં નેચરલ ડાયમંડમાં જેવી પ્રક્રિયા છે તેવી જ પ્રક્રિયા લેબગ્રોનમાં વિકવાશે. ભારતમાંથી પણ મોટા પ્રમાણમાં લેબગ્રોન ડાયમંડની મશીનરી એક્સપોર્ટ થાય તે માટે કોમર્સ મંત્રાલય દ્વારા વિવિધ પેકેજ બનાવાશે. કૌશલ્ય વર્ધક તાલીમ આપી આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી કરાશે. લેબગ્રોન ડાયમંડ સ્ટડેડ જ્વેલરી(Lab grown Diamond Studded Jewelry) માટે નવો HH કોડ પર વિચારણા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details