ગુજરાત

gujarat

ETV Bharat / city

ધો.12 અને ટ્યુશન ક્લાસીસની જેમ અન્ય વર્ગો શરૂ કરવા માટે સરકાર નિર્ણય લે : Parents Association - શાળાઓ શરુ કરવા માગ

15મી જુલાઈથી ધોરણ 12 અને પોલિટેકનિકના વર્ગો શરૂ કરી શકાશે. સરકારના આ નિર્ણય બાદ શાળાઓએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાળકો સોશિયલ ડિસ્ટનસિંગમાં રહે પણ તકેદારી લેવામાં આવી રહી છે. સરકારે અગાઉ ટ્યુશન ક્લાસ અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપી હતી. હવે વાલીમંડળ ( Parents Association ) સરકાર પાસે માગણી કરી રહ્યું છે કે જો ટ્યુશનમાં વિદ્યાર્થીઓ જઈ શકતા હોય તો અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓ શરૂ કરવામાં આવે.

ધો.12 અને ટ્યુશન ક્લાસીસની જેમ અન્ય વર્ગો શરૂ કરવા માટે સરકાર નિર્ણય લે : Parents Association
ધો.12 અને ટ્યુશન ક્લાસીસની જેમ અન્ય વર્ગો શરૂ કરવા માટે સરકાર નિર્ણય લે : Parents Association

By

Published : Jul 10, 2021, 5:53 PM IST

  • ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે
  • શાળામાં જતા પહેલાં વિદ્યાર્થીઓએ માતાપિતાની મંજૂરી લેવી પડશે
  • સરકારે અગાઉ ટ્યુશન ક્લાસ અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપી છે

સુરત : ગુજરાતમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયા પછી કોરોના કેસ સતત વધી રહ્યા હતાં. પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં કોરોનાના ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યાં હતાં જેના કારણે સરકારે જાહેરાત કરી ઓનલાઇન એજ્યુકેશન ચાલુ રાખવા કહ્યું હતું. હવે કોરોનાની સ્થિતિ થાળે પડતા શાળાઓ ખોલવા બાબતે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 15મી જુલાઈથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. સાથે જ 15 જુલાઈથી પોલીટેકનિક સંસ્થાઓ પણ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ થશે. જોકે શાળામાં જતા પહેલા વિદ્યાર્થીઓએ માતાપિતાની મંજૂરી લેવી પડશે. આ સાથે જ હવે 15 જુલાઈથી પોલિટેક્નિક અને કોલેજો ખૂલી જશે.
SOPનું પાલન થશે, વર્ગખંડમાં લંચ બ્રેક
સુરતના પ્રેસિડેન્સી શાળાના આચાર્ય દીપિકા શુકલે જણાવ્યું હતું કે આનંદની વાત છે કે શાળાઓ શરૂ થશે. બાળકો ઘરે બેસે છે તો તેમની શારીરિક અને માનસિક અવસ્થા પર અસર પડી રહી છે. ચોક્કસથી તેઓ ભણી પણ રહ્યાં છે પરંતુ જે લાઈવ એજ્યુકેશનનો ચાર્મ હોય છે, જે મહત્તા હોય છે તે મળી શકતું નથી. હવે વાલીઓ પણ અનુભવી રહ્યાં છે કે શાળાઓ ખોલવી જોઇએ. ગત ફેબ્રુઆરી માસમાં જ્યારે શાળાઓ શરૂ થઈ હતી ત્યારે અમે તમામ SOP નું પાલન કરી રહ્યા હતાં. તેવી જ રીતે આ વખતે પણ તેમના પ્રવેશથી લઇ વર્ગવ્યવસ્થા સુધી સેનેટાઈઝિંગ ચોક્કસ ડિસ્ટન્સ સાથે બેસાડવાની આ બાબતોની ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવશે. અનેકવાર કોઈ ઘટના બને ત્યારે વાલીઓ કહેતા હોય છે કે અમારી ઇચ્છા નહોતી જેથી અમે વર્ગો શરૂ કરવા પહેલા વાલીની સંમતિ લઈશું અમે સંમતિપત્ર લીધા બાદ જ છાત્રોને શાળામાં પ્રવેશ આપીશું. લિમિટેડ વિદ્યાર્થીઓ હોવાના કારણે લંચ બ્રેક અમે 10 થી 15 મિનિટનો વર્ગમાં જ આપીશું બાળકો બહાર જશે નહી વર્ગખંડમાં લંચ બ્રેક લેશે.

ટ્યુશનમાં વિદ્યાર્થીઓ જઈ શકતા હોય તો અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓ શરૂ કરવામાં આવે
અન્ય વર્ગના વિદ્યાર્થીઓ ઉપર પણ ધ્યાન આપવામાં આવેવાલીમંડળના ( Parents Association ) પ્રમુખ ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે ધોરણ 12 અને કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે તે આવકારદાયક છે. પરંતુ અમે સરકાર પાસે માગીએ છીએ કે અન્ય વર્ગના વિદ્યાર્થીઓ ઉપર પણ ધ્યાન આપવામાં આવે. જો કલાસીસ અને ટ્યુશન ક્લાસિસ શરૂ થઈ શકતા હોય તો શાળાઓ પણ શરૂ કરવામાં આવે. સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. સરકાર સાથે સંવાદ થઈ શકતો નથીઆ ઉપરાંત પંચાલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે આ માસ પ્રમોશનને કારણે બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળી રહ્યો નથી જેથી સરકાર દ્વારા જે સરકારી શાળાઓ ચલાવવામાં આવી રહી છે તેમાં વિદ્યાર્થીઓને સહેલાઈથી એડમિશન મળી રહે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે. સરકારને સાથે વિનંતી કરીએ છીએ કે જે રીતે ઉચ્ચ વર્ગો માટે નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે તેઓ નિર્ણય અન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે. બાળકોને વેકસીન મળી રહે અને ત્યારબાદ શાળાઓ શરૂ થાય એવી અમે સરકાર પાસે માગણી કરી રહ્યા છે. અમે સરકાર સાથે છીએ પરંતુ વાલી મંડળનો ( Parents Association ) સરકાર સાથે સંવાદ થઈ શકતો નથી એ માટે પણ અમે રજૂઆત કરી રહ્યાં છીએ. આ પણ વાંચોઃ 15 જુલાઇથી ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરાશે

ABOUT THE AUTHOR

...view details