સુરતઃ શહેરમાંં એક અનોખું મંદિર છે. જ્યાં લોકો પોતાના આરાધ્યને પ્રસન્ન કરવા માટે મીઠાઈ કે મોંઘી વસ્તુઓ અર્પણ કરતા નથી, પરંતુ અહીં ભક્તો તો આરાધ્ય ભૂત મામાને સિગારેટ અર્પણ કરે હોય છે.
સુરતનું એક એવું મંદિર જ્યાં આરાધ્ય ભૂત મામાને લોકો અર્પણ કરે છે સિગારેટ - સુરતનું એકમાત્ર ભૂત મામાનું મંદિર
સુરતમાં એક અનોખું મંદિર છે. જ્યાં લોકો પોતાના આરાધ્યને પ્રસન્ન કરવા માટે મીઠાઈ કે મોંઘી વસ્તુઓ અર્પણ નથી કરતા, પરંતુ અહીં ભક્તો તો આરાધ્ય ભૂત મામાને સિગારેટ અર્પણ કરતા હોય છે. સુરતના અઠવાગેટ ખાતે આવેલા ભૂત મામાના મંદિરની આજે સાલગીરી છે અને ભક્તો ભૂત મામાને સિગારેટ ચઢાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
શહેરના અઠવાગેટ ખાતે આવેલ ભૂત મામા ના મંદિરની સાલગીરી આજે છે અને ભક્તો ભૂત મામાને સિગારેટ ચઢાવવા માટે મોટી સનખ્યામાં ઉમટી પડ્યા હતા.
સુરતના અઠવાગેટ વિસ્તારની આદર્શ સોસાયટીમાં વણઝારા ભૂત મામાનું મંદિર આવેલું છે. આમ તો મન્દિર ખૂબ જ નાનો છે પરંતુ ભક્તો ની માનીએ તો ભૂત મામા ની મહિમા ખૂબ જ મોટી છે. અને તેમને રીઝવવા માટે કોઈ કિંમતી વસ્તુઓ ની માનતા કરવાની જરૂર હોતી નથી. ભૂત મામા તો માત્ર એક સિગારેટ થી પ્રસન્ન થઈ જતા હોય છે. સાંભળી ને આશ્ચર્ય થશે પરંતુ સુરતના આ ભૂત મામા મનદીરમાં ભક્તો પોતાના આરાધ્ય અને કુળ દેવતા ભૂત મામાને સિગારેટ ચઢાવે છે.
સુરતમાં રહેતા હજારો લોકોને ભૂત મામા પ્રત્યે ઘણી આસ્થા છે. અહીં રોજ ઓછામાં ઓછી 60થી વધુ સિગરેટ પ્રસાદમાં 'ધરાવાય' છે. મંદિરની સંભાળ કરનાર અશોક ભાઈના જણાવ્યા મુજબ , લગભગ 150 વર્ષ પહેલાથી અહીં મન્દિર છે. ભૂત મામા તરીકે આ મંદિર પ્રખ્યાત છે. ભક્તો ભૂત મામાને સિગરેટ ધરાવે છે. સિગારેટ અર્પણ કરવા થી મનોકામના પૂર્ણ થાય છે.