ગુજરાત

gujarat

ETV Bharat / city

ગોડાદરા ખાતે આવેલી નંદઘર આંગણવાડી પાસેથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો

ગોડાદરા ખાતે આવેલી નંદઘર આંગણવાડી પાસેથી મળેલા મૃતદેહ ભેદ ઉકેલાઈ ગયો છે. આં ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

cc
ગોડાદરા ખાતે આવેલી નંદઘર આંગણવાડી પાસેથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો

By

Published : Jun 5, 2021, 11:24 AM IST

  • સુરતના પર્વત ગામમાં મળી આવેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો
  • મિત્રએ જ કરી હતી હત્યા
  • પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

સુરત : ગત તારીખ 30 મેં 2021ના રોજ પર્વત ગામ પાસે આવેલા નંદઘર આંગણવાડી પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મરનાર યુવક કોણ છે અને તેની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

પુત્રની ફરીયાદને આધારે તપાસ

તપાસ દરમિયાન પોલીસને મારનાર ઇસમની વ્યક્તિની ઓળખ થઇ હતી. મરનાર વ્યક્તિનું નામ નંદલાલ ચૌહાણ હોવાનું અને તે મૂળ કડોદરાનો રહેવાસી હતો. અને તે પર્વત ગામ અને ગોડાદરા વિસ્તારમાં કચરો વીણવાનું કામ કરતો હતો. પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં જાણવા મળ્યું હતું કે મૃતકનું મૃત્યું માથામા ઈજાના કારણે થયું હતું. જેથી આ મામલે પોલીસે મરનાર યુવકના પુત્ર સાગર ચૌહાણની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચો : મુંબઈમાં પરિણીતાએ પ્રેમી સાથે પતિની હત્યા કરી પતિના મૃતદેહને રસોડામાં દાટી દીધો

મિત્રએ જ કરી હતી હત્યા

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે તેનો જ મિત્ર જગન મંછારામ તુલસીરામ નાયક પણ કચરો વીણવાનું કામ કરતો હતો અને બંને પર્વત ગામ વિસ્તારમાં રહેતા હતા. બંને એક સાથે જ રહેતા હતા અને વારાફરતી જમવાનું બનાવી જમતા હતા. મરનાર નંદલાલ અને જગન વચ્ચે અવાર નવાર ઝગડો પણ થતો હતો. મરનાર નંદલાલ સોસાયટીમાં નાની મોટી ચોરી પણ કરી લાવતો હતો. જેથી તેઓને સોસાયટીમાંથી કાઢી પણ મુકવામાં આવ્યા હતા. જેથી જગન હંમેશા નંદલાલથી નારાજ પણ રહેતો હતો.

આ પણ વાંચો : સુરતના વરાછામાં કારીગરની હત્યા કરી ભાવનગર ભાગી ગયેલા બે ઝડપાયા


માથામાં ફટકો મારતા મોત થયું

ગત 30 મેં 2021 ના રોજ મરનાર નંદલાલ દારુ પીને પડ્યો હતો અને તે નંદઘર આંગણવાડી પાસે સુઈ ગયો હતો જેથી જગને તેને જગાડવા માટે માથામાં ફટકો માર્યો હતો. જેથી તેના માથામાંથી ખુબ જ લોહી નીકળ્યું હતું. વધુ લોહી વહી જતા તેનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે આખરે જગન મંછારામ તુલસીરામ નાયકની ધરપડક કરી લીધી છે. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details