ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા કોરોનાના દર્દીનુ બિલ આવ્યું રૂપિયા 5.88 લાખ - Metas Adventist Hospital

દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસને લઇ સરકાર અને તંત્ર કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓને મફત સારવાર આપી રહી છે. તેમજ મોટી સંખ્યામાં લોકો સાજા પણ થઇ રહ્યા છે. પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમનું બિલ સાંભળી તમારા પગની નીચેથી જમીન સરકી જશે. સુરતમાં 19 એપ્રિલના રોજ અબ્દુલ ભાઈ કોરોનાની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાંથી લઇ સાજા થઈ ને ઘરે પહોંચ્યા ત્યારે તેમનું સારવારનું બિલ 5,88,298 રૂપિયા આવ્યું હતું.

સુરતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેનાર કોરોના દર્દીનુ બિલ 5.88 લાખ રૂપિયા આવ્યુ
સુરતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેનાર કોરોના દર્દીનુ બિલ 5.88 લાખ રૂપિયા આવ્યુ

By

Published : Apr 23, 2020, 7:20 PM IST

સુરતઃ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 400ને પાર થઈ ગઇ છે. સરકારી હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર થઈ રહી છે. ત્યારે જિલ્લાની મેટાસ એડવંતીસ્ટ હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝીટીવ દર્દીનું સારવારનુ બિલ 5.88 લાખ આવતા લોકો પણ ચોંકી ગયા હતા.

સુરતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેનાર કોરોના દર્દીનુ બિલ 5.88 લાખ રૂપિયા આવ્યુ

ટ્વિટર પર યુસુફ નામના યુવાન એ PMO અને CMO ગુજરાત ને એક ટ્વિટ કરી જણાવ્યું છે કે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી સાજા થનાર દર્દી પાસે 5.88 લાખ બીલ લેવામાં આવ્યું છે. સાથે બીલની કોપી પણ આ ટ્વિટમાં એટેચ કરવામાં આવી છે. બિલમાં દર્દીનું નામ અબ્દુલ વાહીદ કુરેશી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુરતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેનાર કોરોના દર્દીનુ બિલ 5.88 લાખ રૂપિયા આવ્યુ

બીલની વિગત આ પ્રમાણે દર્શાવવામાં આવી છે.

કેરૂમ ચાર્જ- રૂ. 62,500

પેશન્ટ કેર સર્વિસ-રૂ.11,600

રેડીઓલોજી સર્વિસ-રૂ.3600

બિસાઈડ પ્રોસિઝર-રૂ.30,800

ડોકટર કન્સલ્ટેશન-રૂ.1,06,300

લેબરોટરી સર્વિસ- રૂ. 16,540

ઇન પેશન્ટ રજીસ્ટ્રેશન ચાર્જ- રૂ. 200

એડમિનિસ્ટ્રેશન સર્વિસ ચાર્જ- રૂ. 5250

સર્વિસ ચાર્જ- રૂ. 26,882

15 ટકા એક્સ્ટ્રા ચાર્જ- રૂ.40,322

આ અંગે હોસ્પિટલના લીગલ એક્સપર્ટ પ્રણય રાજપુતે જણાવ્યું હતું કે 50 વર્ષીય અબ્દુલ દર્દી 17 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની હાલત ક્રિટિકલ હતી. અમે તેમને અગાઉ થી જ જાણ કરી દીધી હતી કે તેમના સારવાર નું બિલ કેટલું આવી શકે. અને તેઓ તૈયાર પણ થઈ ગયા હતા.

અને વધુમાં જણાવ્યું કે આ બિલ થી દર્દીને કોઈ સમસ્યા નથી. દર્દીની હાલત ક્રિટિકલ હતી. તેમને એન્ટી બાયોડિટેલ અને અન્ય દવાઓ આપવામાં આવી હતી. અમે અગાઉ થી જ બિલ અંગે જણાવી દઈએ છીએ. યુસુફ હિંગોરા અસામાજિક તત્વ લાગે છે અને તેની ઉપર અમે લીગલ એક્શન લેશું.

ઉલ્લેખનીય છે કે જે કોરોના વાઇરસને દૂર કરવા સરકારી હોસ્પિટલ એક પણ રૂપિયો દર્દી પાસે નથી લેતી તે જ સારવાર માટે લાખો રૂપિયા અનેક દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલને આપી રહ્યા છે. જેની જાણ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનને કરવા માટે શહેરના એક યુવાન દ્વારા ટ્વિટ કરાયું છે.

ABOUT THE AUTHOR

...view details