- શહેરમાં બેડની અછતને લઇને લોકો હેરાન થઇ રહ્યા છે
- સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી કુલ 7000 જેટલી બેડની સુવિધા હાલ સુરતમાં છે
- ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી નથી
સુરતઃ શહેરમાં પહેલા ઇન્જેક્શન માટેની અછત અને ત્યારબાદ બેડની અછતને લઇને લોકો હેરાન થઇ રહ્યા હતા. હવે સુરત શહેર પર મોટી તવાઈ આવી છે. ઓક્સિજનની અછતના કારણે હવે શહેરની મુખ્ય બે સરકારી હોસ્પિટલે કોરોનાના દર્દીઓને દાખલ કરવાની ના પાડી દીધી છે. કારણ કે હાલ એક હજારથી વધુ કોરોના દર્દીઓ આ બન્ને હોસ્પિટલમાં દાખલ છે અને લિમિટેડ ઓક્સિજનના કારણે અન્ય દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા નથી. સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી કુલ 7000 જેટલી બેડની સુવિધા હાલ સુરતમાં છે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી નથી.
સરકારી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને દાખલ કરવાની ના પાડી, ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ બેડ અવેબિલિટી એપ ઓપ્શન હેંગ આ પણ વાંચોઃગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલની જાહેરાત કરાઈ, 5 દિવસ બાદ પણ હજૂ સુધી ઓર્ડર જ નથી મળ્યો
જાણકારી તેમને જોવા મળી રહી નથી
જ્યારે બીજીબાજુ વાત કરવામાં આવે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની તો સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા 1518 છે. જેમાંથી હાલ દાખલ દર્દીઓની સંખ્યા 1120 છે. બેડ ઓક્યુપેસી 73.79 ટકા છે. બીજી બાજુ સ્મીમેર હોસ્પિટલમાં બેડની સંખ્યા 941 છે. જેમાં હાલમાં દાખલ દર્દીઓની સંખ્યા 517 છે. જેમાં બેડ ઓક્યુપેસી 54.94 ટકા છે. હાલ જે રીતે બન્ને સરકારી હોસ્પિટલ્સ ઓક્સિજનના કારણે દર્દીઓને દાખલ કરી રહી નથી. તેથી લોકો સુરત મહાનગરપાલિકા દ્વારા એપ પર જઈ ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા કેટલી ખાલી છે, તેની જાણકારી જોવા માટે જાય છે ત્યારે આ જાણકારી તેમને જોવા મળી રહી નથી. કારણ કે, મોટી સંખ્યામાં લોકો બેડ કેટલા ખાલી છે, તે જોવા માટે સર્ફિંગ કરી રહ્યા છે. જેના કારણે એપ્લિકેશનનો આ ભાગ હેંગ થઈ ગયો છે.
આ પણ વાંચોઃરાજકોટની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડની તીવ્ર અછત સર્જાઈ
બેડની અવેબીલીટીનો ઓપ્શન હેંગ
હાલ આ એપ્લિકેશન પર ખાનગી હોસ્પિટલમાં બેડની કેટલી સંખ્યા ખાલી છે અને કેટલા બેડ અવેલેબલ છે તે જોવા માટે લોકો ચેક કરી રહ્યા છે. પરંતુ તેમને હાલાકી ભોગવવી પડી રહી છે. એક બાજુ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા નથી અને બીજી બાજુ એપ્લિકેશનમાં મળતી ખાનગી હોસ્પિટલની બેડની અવેબીલીટીનો ઓપ્શન હેંગ થઈ ગયો છે.