સુરત : પાંડેસરા વિસ્તારના ટ્યુશન કલાસિસ એસોશિએશન દ્વારા આજે સુરત પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું કે, છેલ્લા એક વર્ષથી આખા ભારતમાં કોરોના ચાલી રહ્યો છે. તમામ સ્કુલ, કોલેજો અને ક્લાસિસ બંધ રાખવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ સરકાર દ્વારા જ ધીરે-ધીરે ટ્યુશન ક્લાસિસ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ બંધ કરવામાં આવી રહ્યા છે.
સરકાર દ્વારા કહેવામાં આવેલી સુરક્ષાની દરેક વસ્તુ વસાવી લીધી
સુરત પાંડેસરાના ટ્યુશન કલાસિસના મંડળના પવન રાય દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 1 વર્ષથી ટ્યૂશન કલાસિસ બંધ છે અને થોડા દિવસો પહેલા જ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જે ફરીથી બંધ કરવામાં આવી છે અને સરકાર દ્વારા અમારા ટ્યુશનમાં જે સુવિધાઓ જોઈતી હતી તે બધી જ વસાવી લેવામાં આવી છે. ફાયર વિભાગની NOC, ફાયર સેફટીના સાધનો, ગુમસુદાનું લાઇસન્સ તો પેહલાથી જ છે. અમે બધા ભાડાના મકાનમાં ટ્યુશન કલાસિસ ચલાવીએ છીએ.
આ પણ વાંચો : VNSGU દ્વારા ખાનગી કોલેજોના ટ્યુશન ફીમાં ઘટાડાની વાતથી કોલેજોના સંચાલકો નારાજ