- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી
- આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી
- ભાજપ દ્વારા મોડી સાંજ સુધી નામ જાહેર કરશે તેવી ચર્ચા
સુરતઃનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતા-પોતાના ઉમેદવારોની હોદ્દેદારીના નામ પસંદગી કરવામાં આવ્યા હતા. આપ આદમી પાર્ટી દ્વારા બેનામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે ભાજપ દ્વારા એક પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી. ભાજપ દ્વારા મોડી સાંજ સુધી નામ જાહેર કરાશે એવી વાતો બહાર આવી છે.
આ પણ વાંચોઃવડોદરાની શિક્ષણ સમિતિની શાળાઓ બંધ હોવા છતાં 5 કરોડનો ખર્ચો કરાયો હોવાનો ઘટસ્ફોટ RTI દ્વારા થયો
આમ આદમી પાર્ટીના બે નામો જાહેર કરાયા
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે હોદ્દેદારોની પસંદગી માટે આમ આદમી પાર્ટી દ્વારા બે નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા મોડી સાંજ સુધી નામ જાહેર કરે તેવી ચર્ચાઓ હાલ ચર્ચાઈ રહી છે. જો કે, આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.