- તાપી નદીનો જન્મદિવસ ( Tapi River Birthday ) ઉજવાયો
- શહેરને જળ દ્વારા જીવન આપનાર નદીનો જન્મદિવસ ઉજવાયો
- સંસ્થાઓ દ્વારા તાપી નદીમાં ચૂંદડી અર્પણ કરવામાં આવી
સુરતઃ શહેરમાં આજે તાપી નદીનો જન્મદિવસ ( Tapi River Birthday ) હોવાથી વિવિધ ઓવારા પર આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યાં છે. તેમાં તાપી કિનારે ભક્તો દ્વારા યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. પૂજા અર્ચના સાથે લોકો તાપી માતાજી હાથ જોડી વિનંતી કરતા જોવા મળી રહ્યાં છે. એ સાથે એ પણ જોવા મળ્યું કે મોટી સખ્યા હોવાથી સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. ભીડમાં નાના બાળકોથી લઇ મોટી ઉંમરના લોકો જોવા મળ્યાં હતાં.
દૂધ-દહીં-તથા-ચૂંદડી ચઢાવો કરાયો
આજે તાપી નદીના જન્મદિવસ ( Tapi River Birthday ) નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારા દૂધ-દહીં-તથા 600 મીટરની ચૂંદડી પણ ચઢાવવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે આજે તાપીના દર્શનથી જ પાપમુક્ત થવાય છે. આમાં શહેરના અલગ-અલગ વોર્ડના કોર્પોરેટર પણ શામેલ થયાં હતાં. વિશ્વ હિન્દુ પરિષદ, હરિ ૐ ગ્રુપ જેવી સંસ્થાઓ તથા શહેરના માછીમાર સમાજ દ્વારા પણ પૂજાઅર્ચના કરવામાં આવી હતી.
તાપીમાં ફૂલ-પ્લાસ્ટિક નાખવું જોઇએ નહીં
શહેરના વોર્ડ-નંબર-21ના કોર્પોરેટરે જણાવ્યું હતું કે ગંગાજીનું સ્નાન કરવાથી, યમુનાજીનું પાન કરવાથી અને તાપીનું માત્ર સ્મરણ કરવાથી પાપનો નાશ થાય છે. સૂર્યપુત્રી અને શનિદેવની બહેન એટલે કહેવાય છે કે વાપીથી તાપી સુધી આ પુણ્યભૂમિ ઉપર કોઈ પણ વ્યક્તિ ભૂખો નથી રહેતો. આજે તાપી નદીના જન્મદિવસ દિવસ ( Tapi River Birthday ) નિમિતે સુરતીઓને શુભેચ્છાઓ પાઠવું છું અને એક આશા પણ રાખું છું કે આજે આપણે અહીં દર્શન કરવા આવીએે તો તાપીને પ્રદૂષિત ન કરીએ. પ્લાસ્ટિકનો કચરો હોય કે બીજી કોઈ સામગ્રી હોય એના માટે ડસ્ટબિનની વ્યવસ્થા કરવામાં આવી છે. દૂધ ચડાવીએ, પાણી ચઢાવીએ પણ તાપીને કચરાથી બગાડીએે નહીં.
આ પણ વાંચોઃ તાપી નદી કિનારે બનશે વર્લ્ડ ક્લાસ રિવર ફ્રન્ટ, વર્લ્ડ બેંક આપશે 1500 કરોડ