- સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજીનું બિભત્સ વર્ણન કરતા વિવાદ
- સંતનો માતાજીનું વર્ણન કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
- માતાજીનું અપમાન કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામીને ભક્તોએ મેથીપાક ચખાડ્યો
સુરત: સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampradaya)ના એક સ્વામીએ માતાજીનું બિભત્સ વર્ણન કરતા વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંતનો માતાજી વિશે વર્ણન કરતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ (Video Viral On Social Media) છે જેના કારણે ભક્તોમાં ભારે રોષ પણ વ્યાપ્યો છે. રોષે ભરાયેલા લોકોએ માતાજીનું અપમાન (Insult to Mataji) કરનારા સ્વામીને મેથીપાક ચખાડ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે માતાજીના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરી ભાવિકોની લાગણી દુભાવતા સંત સામે ભક્તોમાં રોષ ફેલાયો હતો.
સ્વામીના વિવાદાસ્પદ બોલ સાંભળી ભક્તો રોષે ભરાયા
વિડીયોમાં સ્વામી માતાજીના વર્ણન વિશે વાત કરી રહ્યો છે, જેમાં ચારણ અને મહારાજ વચ્ચેની વાતચીતનો ઉલ્લેખ છે. ચારણ મહારાજને સ્વર્ગની અપ્સરા જેવી માતાનું વર્ણન કરે છે. નેસડામાં રહેતી એક અપ્સરાનું વિડીયોમાં વર્ણન કરવામાં આવ્યું છે. વિડીયોમાં સ્વામી કહી રહ્યા છે કે, ‘ચારણે પોતાની કુબુદ્ધિથી અપ્સરાનું વર્ણન કર્યું. નેસડામાં એક અપ્સરા રહે છે. મૃગ જેવી જેની આંખો છે, ભરાવદાર જેની છાતી છે. શ્રૃંગાર રસ, બિભત્સ રસ, કામુકતાથી ભરેલી વાતો સાંભળી રામ માંડલિક ભાન ભૂલવા લાગ્યો.’