ગુજરાત

gujarat

ETV Bharat / city

સુર્યા મરાઠીની હત્યામાં સંડોવાયેલા શફી ઉપર ફાયરિંગ, ઘટના CCTVમાં રેકોર્ડ - IPC 436 in gujarati

મહાનગર સુરતમાંથી જાહેરમાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં જૂની ગૅંગવોર ફરી સક્રિય થઈ હોવાનું જાણવા મળે છે. સુરત સિટીમાં કુખ્યાત સૂર્યા મરાઠી ગૅંગનું કરતુત સામે આવ્યું છે. ફાયરિંગ થયાના પગલે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે યુદ્ધના ધોરણે દોડી ગયા હતા. Surat Surya Marathi Gang, Surat City police, Surat Firing Case

સુર્યા મરાઠાની હત્યામાં સંડોવાયેલા શફી ઉપર ફાયરિંગ, ઘટના CCTVમાં રેકોર્ડ
સુર્યા મરાઠાની હત્યામાં સંડોવાયેલા શફી ઉપર ફાયરિંગ, ઘટના CCTVમાં રેકોર્ડ

By

Published : Aug 21, 2022, 3:43 PM IST

Updated : Aug 21, 2022, 4:23 PM IST

સુરતસુરત શહેરમાં નામચીન ગૅંગ સુર્યા મરાઠેના હત્યામાં સંડોવાયેલા આરોપી શફી ઉપર એક રાઉન્ડ ફાયરિંગ (Firing Case in Surat) થયું છે. જેને લઈને શહેરના પોલીસ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ કેસમાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. આરોપી સફી શેખ (Surat Surya Marathi Gang) ઉપર કોઈક અજાણ્યા યુવકે ફાયરીંગ કર્યું છે. જે ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલ વેડ દરવાજા પાસે સરદાર હોસ્પિટલ (Sardar Hospital Firing) પાસે નામચીન ગેંગ સૂર્ય મરાઠીના હત્યાના આરોપી સફી શેખ ઉપર આ ફાયરિંગ થયું છે. જોકે, આ કોણ છે એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો જાણો 14 કલાકથી મનીષ સિસોદિયાના ઘરે શું કરી રહી હતી CBIની ટીમ, શું મળ્યું દરોડામાં

પેટમાં ગોળી વાગીકોઈક અજાણ્યા યુવકે ફાયરીંગ કર્યું છે. જે પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સફીને પેટમાં ગોળી વાગી હતી. તેથી તેને સારવાર હેતું ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ચોકબજાર પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સૂત્રમાંથી મળતી વિગત અનુસાર રવિવારે સવારે શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલા વેડ દરવાજા પાસે સરદાર હોસ્પિટલ પાસે આવેલ મોટર ગેરેજમાં સફી શેખ નામનો વ્યક્તિ બેઠો હતો. જે શહેરમાં નામચીન ગૅંગ સુર્યા મરાઠેના હત્યામાં સંડોવાયેલા આરોપી શફી શેખ છે.

આ પણ વાંચો સામાન્ય ઝગડામાં ગુરુએ શિષ્ય પર તાકી બંદૂક

CCTV સામે આવ્યાઆ સમગ્ર ફાયરિંગની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. અજાણ્યા વ્યકિતએ બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. જેની ગોળી શેખને પેટમાં વાગી છે. CCTV ફૂટે જ માં સ્પષ્ટપણે જોઈ શકાય છેકે, કઈ રીતે શફી શેખ લાલ કલરની ટીશર્ટ પહેરી છે. તે ખુરશી પર બેઠો છે. પોતાના એક અન્ય મિત્ર જે બાઈક ઉપર હોય છે તેની સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. ત્યાં અચાનક જ એક ટોપી પહેલેરો વ્યક્તિ આવે છે અને સફી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે. સફી પણ પોતાની હાથમાં કોઈ હત્યાર લઈને જતો જોવા મળી રહ્યો છે. હાલ તો પોલીસે CCTV ફૂટેના આધારે પણ તપાસ શરૂ કરી છે.

Last Updated : Aug 21, 2022, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details