ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતીઓ ગાયને ગોળ ખવડાવી અને ગૌપૂજા કરી ધનતેરસની કરે છે ઉજવણી

આજે ધનતેરસનો (Dhanteras 2021) પાવન પર્વ છે. આજથી દિવાળી (Diwali) તહેવારનો પ્રારંભ થયો છે. ત્યારે ધનતેરસના (Dhanteras 2021) દિવસે સુરતીઓ વર્ષોથી ગૌપૂજા કરીને ગાય માતાને ગોળ ખવડાવી મોઢું મીઠું કરાવે છે. આ સાથે જ તેઓ દિવાળીના દિવસે ધનની પૂજા કરે છે.

By

Published : Nov 2, 2021, 3:30 PM IST

સુરતીઓ ગાયને ગોળ ખવડાવી અને ગૌપૂજા કરી Dhanterasની કરે છે ઉજવણી
સુરતીઓ ગાયને ગોળ ખવડાવી અને ગૌપૂજા કરી Dhanterasની કરે છે ઉજવણી

  • સુરતમાં ધનતેરસના (Dhanteras 2021) દિવસે વર્ષોથી લોકો કરે છે ગૌપૂજા
  • સુરતીઓ ધનતેરસના દિવસે (Dhanteras 2021) ગૌપૂજા કરીને ગાયને ગોળ ખવડાવી કરે છે ઉજવણી
  • આજના (ધનતેરસ) દિવસે સુરતીઓમાં ગૌપૂજાનું એક અલગ જ મહત્ત્વ હોય છે

સુરતઃ આજે ધનતેરસ (Dhanteras 2021) છે. ત્યારે દિવાળીના (Diwali) તહેવારનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે સુરતમાં સુરતી લાલાઓ ધનતેરસની (Dhanteras 2021) અનોખી ઉજવણી કરે છે. અહીંના લોકો ધનતેરસના દિવસે ગૌમાતાની પૂજા કરી ગાયને ગોળ ખવડાવી મોઢું મીઠું કરાવે છે, જેથી આવનારું વર્ષ શુભદાયક રહે તેવું માનવામાં આવી રહ્યા છે. તો આજના દિવસે સુરતીઓમાં ગૌપૂજાનું એક અલગ જ મહત્ત્વ હોય છે.

આ પણ વાંચો-સુરતનાં એક કલાકારે પાણીમાં બનાવી અમિતાભ બચ્ચનની રંગોળી, જાણો કઈ રીતે બને છે આ વિશેષ રંગોળી?

ગાયનું મોઢું મીઠું કરાવવાથી આગામી વર્ષ શુભદાયક રહે તેવી લોકોમાં માન્યતા

આજે ધનતેરસ એટલે દેશમાં ધન-લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, પરંતુ સુરતમાં સુરતીઓ આજના પાવન દિવસે ધનની પૂજા નહીં, પરંતુ ગૌમાતાની પૂજા કરી ગાયને ગોળ ખવડાવે છે, જેથી ગાયનું મોં મીઠું કરી એમ માન્યતા છે કે, આવનારું વર્ષ આપણા માટે શુભદાયક રહે એમ માનવામાં આવી રહ્યું છે અને ધનની પૂજા દિવાળીના દિવસે કરવામાં આવે છે, જે આખા દેશમાં થાય છે. તે જ રીતે સુરતીઓ અખાત્રીજના દિવસે સુરતીઓ ખેતરમાં પૂજન કરે છે.

આજના (ધનતેરસ) દિવસે સુરતીઓમાં ગૌપૂજાનું એક અલગ જ મહત્ત્વ હોય છે

આ પણ વાંચો-Dhanteras 2021: આજના દિવસે ભગવાન ધન્વંતરિના પુજન અને દર્શનનું છે વિશેષ ધાર્મિક મહત્વ

ભારત દેશનું અસલી ધન ખેતી અને ગાય આધારિત છે

આજે ધનતેરસના દિવસે ગૌપૂજાનું ઘણું મહત્ત્વ છે. ત્યારે આ અંગે સુરત ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજિયાવાળાએ (Former BJP president Nitin Bhajiyawala) કહ્યું હતું કે, લોકો આ વાતને ભૂલીને ધનતેરસ એટલે ખાલી પૈસા જ એ રીતે આજે ખાલી રૂપિયાનું જ પૂજા કરે છે, પરંતુ રૂપિયાનું પૂજન જે દિવસે લક્ષ્મીનું પૂજન દિવાળીના દિવસે કરવું જોઈએ અને સંસ્કૃતિને અનુરૂપ આજે ગાયનું આજે પૂજન કરીએ ત્યારપછી અખાત્રીજના દિવસે અમે ખેતીવાડીનું પૂજન કરીએ. આ રીતે આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે. એ રીતે આપણી સંસ્કૃતિ અને દેશ સમૃદ્ધ થાય એવા પ્રયત્નો કરતા રહીએ. આજના યુવાનોને આજના લોકોને મારી ખાસ અપીલ છે કે, આપણે દિવસમાં એક વખત ગાય સહિત કોઈ પણ જીવને એક રોટલી પણ ખવડાવીએ.

ABOUT THE AUTHOR

...view details