સુરતઃ આજરોજ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરને આખા દેશમાં બીજા નંબરે લાવનાર સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમનું (Surat Sweepers Honor Ceremony 2021) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક હજારથી વધુ સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, (BJP President C R Patil in Surat) કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ (Union Minister Darshana Jardosh in Surat) તથા સુરત મહાનગરપાલિકાના કમિશનર, મેયર, ધારાસભ્ય, કોર્પોરેટર સાથેમહાનગરપાલિકાની આરોગ્ય ટીમ ઉપસ્થિત રહી હતી. આ તમામ લોકો દ્વારા સુરતના સફાઇ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આવતા વર્ષે સુરત શહેરના આખા દેશમાં પહેલો નંબર આવવો જોઈએઃ પાટીલ
આ સન્માન કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા (Surat Sweepers Honor Ceremony 2021) તમામ સફાઈ કામદારોનો આભાર માનતા કહ્યું હતું કે કચરો ફેંકનારાને કારણે આ શહેર એક નહીં બે વાર 14માં નંબરે ગયું હતું. ફરી બીજા નંબર અપાવ્યો (Clean City Surat 2021) એ પણ એક નહીં પરંતુ બે વાર ખરેખર તમને નતમસ્તકે અભિનંદનને પાત્ર છો. આ એવોર્ડ ફક્તને ફક્ત આપના કારણે મળે છે. મને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ દેશના ભૂતપૂર્વ સ્વ અટલ બિહારી વાજપેયીએ આપ્યો હતો એટલે મારાં માટે તો યાદગાર પ્રસંગ તો ખરો જ. સુરત આજે સ્વચ્છતામાં અગ્રીમ છે તેનો ફાળો સ્વચ્છતા કર્મચારીઓને જાય છે. તે ઉપરાંત તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયીકહ્યું હતું કે તમે જો જવાબદારી ઉપાડી ન હોત તો વિચાર કરો કેવી સ્થિતિ હોત. આજે પણ આ દેશની લોકશાહી જીવી રહી છે તેનું મુખ્યકારણ બાબા સાહેબ આંબેડકર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિશામાં કામ કરી રહ્યા છે. મોદીજીએ એક મેસેજ આપ્યો છે કે સફાઈકર્મીનું કામ ખુબ મોટું છે. આવતા વર્ષે આપણે સુરત શહેરના આખા દેશમાં પહેલો નંબર આવવો જોઈએ, જેમાં તમારી મદદ ઈચ્છું છું. તમારી સાથે જ ઉભો છું.
આ પણ વાંચોઃ Exclusive Interview Bharat Pandya: મને અટલજીના અસ્થિ વિસર્જન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ: ભરત પંડ્યા