સુરત: સોસિયો સર્કલ પાસે યુનીક હોસ્પિટલ કેનાલ રોડ પર એરટેલના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી બે અજાણ્યા 18 લાખ રૂપિયા ભરેલો થેલો આંચકી ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે ખટોદરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડતો થયો હતો.
આ પણ વાંચો:વાપીમાં મોબાઈલ સ્નેચર્સને પોલીસે ઝડપી પાડ્યા
બાઈક ઉપર બે અજાણ્યાઓએ તેમનો પીછો કર્યો હતો - વેસુમાં રત્નદિપ એપાર્ટમેન્ટમાં રહેતા 51 વર્ષીય નૈનેશભાઈ સાદડીવાલા સોસિયો સર્કલ નજીક ઓફિસ (Office near Socio Circle)ધરાવે છે. તેઓ એરટેલના ડિસ્ટ્રીબ્યુટર(Airtel's distributor) છે. રોજ એરટેલના વિવિધ બીલીંગ સહિતનું કલેક્શન(Airtel's collection including various billing) ઓફિસ પરથી ભટાર બેંકમાં જમા કરાવવા જાય છે. આજે બપોરે ત્રણેક વાગે તેઓ ઓફિસ પરથી 18 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી લઈને બેંકમાં જવા નીકળ્યા હતા. ત્યારે યુનિક હોસ્પિટલથી કેનાલવાળા રોડ પર બાઈક ઉપર બે અજાણ્યાઓએ તેમનો પીછો કર્યો હતો.
આ પણ વાંચો:સુરતમાં સ્નેચરો બેફામ, નવાપરા નજીક રાહદારી યુવકને ચપ્પના ઘા મારી તેનો માબાઈલ લૂંટી 2 સ્નેચર ફરાર
મોપેડ ઉપરથી નીચે પટકાઇ ગયા -નૈનેશે મોપેડ ઉપર જતા થેલી ખભા ઉપર મૂકી રાખી હતી. બંનેએ તેમનો થેલો આંચકી લેતા તેઓ તેઓ મોપેડ ઉપરથી નીચે પટકાઇ ગયા હતા. બનાવને પગલે નૈનેશે પોલીસને(Surat Police) જાણ કરતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. CCTVમાં બંને સ્નેચરો દેખાઈ આવે છે. ખટોદરા પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.