સુરત : વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષથી શાળા પ્રવેશોત્સવનું (Shala Praveshotsav 2022) આયોજન ન હતું કર્યું. જોકે, આ વખતે 17મો શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022) અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજાયો હતો. ત્યારે સુરતમાં ચાલી રહેલા પ્રવેશોત્સવ દરમિયાન માત્ર ત્રણ દિવસમાં જ 16000 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધા છે. સુરતમાં પ્રવેશોત્સવ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલો છે. દર વર્ષે પ્રવેશોત્સવ પૂરા થાય ત્યારે 15,000 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે. આ સમગ્ર પ્રક્રિયા ઓગસ્ટ સુધી ચાલતી હોય છે. પરંતુ, આ વખતે માત્ર ત્રણ દિવસમાં દર વર્ષની સરખામણીએ 1000 વિદ્યાર્થીઓથી વધુ પ્રવેશ મેળવ્યા છે.
શાળા પ્રવેશોત્સવ રેકોર્ડ ! મોંઘવારીના મારથી લોકો સરકારી શાળા તરફ આ પણ વાંચો :શાળા પ્રવેશોત્સવમાં કેટલા વિદ્યાર્થીઓને શાળામાં મળ્યો પ્રવેશ, જૂઓ
20 હજારની આશા - સુરતની સરકારી શાળા ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી સુવિધાથી સજ્જ છે. તો બીજી બાજુ હાલ મોંઘવારીના મારથી લોકોની હાલત પણ કફોડી બની છે. આ બંને કારણસર હવે લોકો પોતાના બાળકને સરકારી શાળામાં (Surat Shala Praveshotsav 2022) ભણાવવા માંગે છે. દર વર્ષે ઓગસ્ટ માસ પૂરો થાય ત્યાં સુધી પ્રવેશોત્સવથાય છે. તેમાં સમિતિની શાળામાં 15000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જોકે, આ વર્ષે 16 હજારનો આંકડો પહેલા ત્રણ દિવસમાં જ ક્રોસ થઈ ગયો છે. છેલ્લા કેટલા વર્ષની સરખામણી આ રેકોર્ડ નોંધાયો છે. પાલિકા પ્રવેશોત્સવની કામગીરી ઓગષ્ટ માસ સુધી કરશે તેથી આ સંખ્યા 20 હજારની આસપાસ પહોંચે તેવી શક્યતા નકારી શકાતી નથી.
આ પણ વાંચો :Shala Praveshotsav 2022 : પૂર્વ શિક્ષણપ્રધાને ખાનગી શાળાઓના શિક્ષકો અંગે આપ્યું વિવાદિત નિવેદન
શાળાઓમાં પર્યાપ્ત સુવિધા -સ્થાયી સમિતિના ચેરમેન એન.એમ દેસાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સ્કુલ બેગ, ગણવેશ, બુટ મોજા તથા અન્ય કીટ આપવામાં આવે છે. શાળાઓમાં કમ્પ્યુટર લેબ સાયન્સ લેબ સહિતની અન્ય (Shala Praveshotsav Record) સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પ્રવેશોત્સવ સાથે શાળાના શિક્ષકો લોકોમાં સરકારી શાળાને લઈ જાગૃતિ માટે પણ કાર્યરત રહે છે. આ વખતે પ્રથમ વાર આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ માત્ર ત્રણ દિવસમાં પ્રવેશ મેળવ્યા છે.