સુરત: ટ્રેન-થીમ આધારિત રેસ્ટોરન્ટ "ટ્રેનિયન એક્સપ્રેસ" (Surat trainian express) માં, જેણે શહેરમાં ઘણા લોકોને આકર્ષ્યા છે, કોઈપણ માનવ હસ્તક્ષેપની જરૂર વિના રસોડામાંથી સીધા જ જમનારાઓ સુધી પહોંચે છે. ટ્રેનના વિવિધ ડબ્બાઓ રોટલી, ભાત, કઢી, પાપડથ તેમજ વિવિધ વાનગીઓથી ભરેલા છે. રેસ્ટોરેન્ટના દરેક ડાઇનિંગ ટેબલને પણ સુરત (Surat Restaurant Toy Train) શહેરના જુદા જુદા સ્ટેશનોના નામ આપવામાં આવ્યા જેના કારણો ભોજન કરવા આવતા ગ્રાહકોને સંપૂર્ણ પણે માહોલ રેલ્વે સ્ટેશન જેવો લાગે છે.
બાળકોને તે ખૂબ જ ગમ્યું:દેવયાની પટેલે જણાવ્યું હતું કે, "અમે ઘણી બધી રેસ્ટોરન્ટમાં ગયા છીએ, ત્યાં વેઈટરો દ્વારા ભોજન પીરસવામાં આવે છે. પરંતું આ રેસ્ટોરેન્ટમાં અહીં ટ્રેન દ્વારા ભોજન (Food on toy train) પીરસવામાં આવે છે. આ દ્ગશ્ય બાળકો ઉપરાંત તમામ ઉંમરના લોકોને જોવા ખુબજ ગમે છે, માણસો ખાસ કરીને જમવા માટે અહિં આવવાનું પસંદ એટલા માટે કરે છે, કે તેમને આ ટ્રેનનો નજારો જોવા મળે. આ રેસ્ટોરન્ટે (Surat trending restaurant) અમારી ટ્રેનની યાદોને તાજી કરી (diners relive childhood memories) છે"
બધાને પસંદ આવી રહ્યો છે ટ્રેન કોન્સેપ્ટ: રેસ્ટોરેન્ટના માલિક મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ભોજન પિરસનારી ટ્રેનો વીજળીથી ચાલે છે. રસોડામાં ભોજન તૈયાર થતાં જ તેને ટ્રેનમાં મુકવામાં આવે છે અને રિંગ રોડ, અલથાણ, વરાછા વગેરે જેવા સ્ટેશનો પરના નામ ધરાવતા ચોક્કસ ટેબલ પર મોકલવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં આ ટ્રેન કોન્સેપ્ટ (Train concept restaurant) બધાને પસંદ આવી રહ્યો છે.