ગુજરાત

gujarat

ETV Bharat / city

કળયુગ હજી કેટલું દેખાડશે..! સુરતમાં મામા કંશને પણ શરમાવે એવું કર્યું કૃત્ય - Surat Crime Case

સુરતમાં મામા કંસને પણ શરમાવે તેવો કિસ્સો (Surat Rape Case) સામે આવ્યો છે. કામરેજ વિસ્તારમાં એક નરાધમ મામાએ સગી ભાણકી પર દુષ્કર્મ (Mama Raped Bhanki) કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. કળયુગના નગારામાં આવા કિસ્સાઓ સામે આવતા હવે કોઈપણ સંબંધ (Surat Crime Case) પર વિશ્વાસ કેવી રીતે કરવો તેવા સવાલો ઊભા થાય છે.

Surat Rape Case
Surat Rape Case

By

Published : May 10, 2022, 11:02 AM IST

Updated : May 11, 2022, 5:04 PM IST

સુરત : કામરેજ પોલીસની હદ વિસ્તારમાં એક મામાએ મામા કંસને (Surat Rape Case) પણ શરમાવે એવું કૃત્ય કર્યું હતું. પોતાના ઘરમાં રહેવા આવેલી ભાણકી પર જ નજર બગાડી અને મળસ્કે ભાણકી સાથે અડપલા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ વાત જ્યારે ભોગ બનનાર ભાણકીએ પરિવારને કરી ત્યારે પરિવારના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. 40 વર્ષીય મામાએ 18 વર્ષની બાજુમાં સુતેલી ભાણેજ સાથે દુષ્કર્મ કર્યું છે.

આ પણ વાંચો :સુરતની પોક્સો કોર્ટે રચ્યો ઇતિહાસ: 5 દિવસમાં દુષ્કર્મના આરોપીને સંભળાવી સજા

દીકરીના મમ્મીએ કરી ફરિયાદ - માં-બાપ બાદ સૌથી વિશ્વાસુ સંબંધ એટલે મામા. પણ સુરતના કામરેજ વિસ્તારમાં એક મામાએ મામા કંસના કારસ્તાનને પણ પાછળ છોડી દીધું છે. મામાએ પોતાના ઘરે રહેવા આવેલી બેનની દીકરી એટલે કે ભાણેકીને પણ ના છોડી. મળસ્કે બાજુમાં સુતેલી ભાણેકી પર 40 વર્ષીય મામાએ 18 વર્ષની ભાણકી પર નજર બગાડી પહેલા અડપલા કર્યા અને ત્યારબાદ મામાએ દુષ્કર્મ (Mama Raped Bhanki) આચર્યું હતું. આ વાત દીકરીએ એની મમ્મીને કરી ત્યારે પગ નીચેથી (Kamaraj Rape Case) જમીન સરકી ગઈ હતી. આ બનાવ બાદ દીકરીના મમ્મીએ મામા વિરુદ્ધ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તાબડતોડ હવસખોર મામાની ધરપકડ કરી જેલભેગો કરી દીધો હતો.

આ પણ વાંચો :દારુણ દુષ્કર્મની પીડિત 6 વર્ષની ગુડિયાનું લૉકડાઉને રોક્યું 5મું ઓપરેશન, હવે શું થશે?

સબંધોને હચમચાવી નાખ્યા -આ કળયુગના સમયમાં પવિત્ર સંબધોનું ખૂન થઈ રહ્યું છે. ત્યારે મામા ભાણીના સંબંધ એટલે પવિત્ર સંબંધ માં બાપ પછી સૌથી વધુ સુરક્ષિત કહેવતો સંબંધ આવે છે. પરંતુ આ સમયમાં મામાએ પવિત્ર સંબંધોના તાર તોડી નાખ્યા છે. જો કે મામાના કારસ્તાનની સજા મામાને (Surat Crime Case) પોલીસે જેલમાં ધકેલી દીધો છે. પરંતુ સમાજમાં આ કિસ્સો લાલબત્તી સમાન છે. રાજ્યમાં બાળકીઓ પર અજાણ્યા શખ્સો દ્વારા જધન્ય અપરાધ (Kamaraj Police Misdemeanor Case) કરવામાં આવી રહ્યા છે. જોકે કામરેજની આ ઘટનાએ સબંધોને હચમચાવી નાખ્યા છે.

Last Updated : May 11, 2022, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details