ગુજરાત

gujarat

યુવાનોને નશાથી દૂર રાખવા સુરત પોલીસ યોજશે પાવર લિફ્ટિંગ, બોડી બિલ્ડીંગ સ્પર્ધાઓ

સુરત શહેર પોલીસ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન તેમજ ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ એસોસિએશન સુરત શહેરમાં મિસ્ટર ગુજરાત મિસ્ટર પોલીસ અનેપાવર લિફ્ટિંગની પ્રતિયોગિતા યોજવા જઇ રહી છે. 5,6 અને 7 માર્ચના રોજ આ પ્રતિયોગિતા સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે.

By

Published : Mar 5, 2021, 5:34 PM IST

Published : Mar 5, 2021, 5:34 PM IST

Updated : Mar 5, 2021, 8:39 PM IST

ETV Bharat / city

યુવાનોને નશાથી દૂર રાખવા સુરત પોલીસ યોજશે પાવર લિફ્ટિંગ, બોડી બિલ્ડીંગ સ્પર્ધાઓ

સુરત
સુરત

  • ડ્રગ્સ અને માદક પદાર્થોની અવેરનેસ માટે યોજાશે સ્પર્ધાઓ
  • પોલીસ કર્મચારીઓ પણ લેશે ભાગ
  • મિસ્ટર યૂનિવર્સ પ્રેમચંદ ડોગરા આપશે હાજરી

સુરત: પ્રથમ વાર શહેર પોલીસના સહયોગથી મિસ્ટર ગુજરાત, મિસ્ટર પોલીસ અને પાવર લિફ્ટિંગની પ્રતિયોગિતાનું આયોજન થવા જઈ રહ્યું છે. આયોજન પાછળનું મુખ્ય કારણ યુવાપેઢીને સ્વાસ્થ્ય માટે જાગૃત કરવાનું છે. કોઈપણ નશા ન કરવા અને સ્વસ્થ રહેવા માટેની આ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલનમાં જે રીતે ડ્રગ્સને લગતાં કેસો સામે આવ્યા છે તેને લઈને યુવાપેઢીને જાગૃત કરવા માટે સુરત પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી રહી છે. આ પ્રતિયોગિતા ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં ગુજરાતભરના પાવર લિફ્ટિંગ અને બોડી બિલ્ડીંગમાં રસ ધરાવતા યુવાનો ભાગ લેશે. સાથે જ પોલીસમાં પણ સારા સ્વાસ્થ્ય ધરાવતા અને બોડી બિલ્ડિંગના શોખીન એવા કર્મચારીઓ પણ મિસ્ટર પોલીસ બની શકશે.

આ પણ વાંચો: સુરતના DCP સરોજકુમારીને 'મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો' એવોર્ડ એનાયત

ફીનાલેમાં પ્રેમચંદ ડોગરા રહશે હાજર

આખા ગુજરાતના બોડી બિલ્ડર અને વેઈટલિફ્ટર આ પ્રતિયોગિતામાં ભાગ લેશે. આ અંગે સુરતના પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, દેશના યુવાનો સ્વસ્થ થાય, ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોથી દૂર રહે અને સ્વસ્થ રહેવા માટે કાળજી લે એ હેતુથી આ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. ફિનાલેમાં પ્રેમચંદ ડોગરા કે જેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરી મિસ્ટર યૂનિવર્સ બન્યા હતાં તે પણ હાજરી આપશે.

Last Updated : Mar 5, 2021, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details